બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ગાંધીનગર ધરણા-ઉપવાસ આંદોલન

રાજકોટ
- બંધારણીય અધિકાર આંદોલન સમિતિ ગાંધીનગર ધરણા-ઉપવાસ આંદોલનમાં જોડાતા રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને નરેશભાઈ મારું
- અલગ અલગ માંગણીઓ બાબતે ૩૮ દિવસથી ધરણા-ઉપવાસ ઉપર : ૪ દીકરીઓ હોસ્પિટલમાં દાખલ
- ભારત દેશના ગૃહમંત્રી ગાંધીનગર આવ્યા ત્યારે તમામની ધરપકડ કરાઈ
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે. કે તેઓ બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા અલગ અલગ માંગણીઓ બાબતે ગાંધીનગર ખાતે ધરણા-ઉપવાસ આંદોલન પર છેલ્લા ૩૮ દિવસથી બેઠા છે. તેમજ સરકાર દ્વારા સમિતિને મંજૂરી આપવામાં આવતી નથી. તથા સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો સહકાર આપવામાં આવતો નથી. સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મળવાનો સમય માંગ્યો હોવા છતાં સી.એમ. પાસે સમય નથી. અને કોઈ જ પ્રત્યુત્તર આપેલ નથી. અને છેલ્લા ૩૮ દિવસમાં અનેક વખત ઉપવાસીઓની ધરપકડ કરેલ છે. જયારે ભારત દેશના ગૃહમંત્રી ગાંધીનગર આવેલ હતા. ત્યારે તમામ ની ધરપકડ કરવામાં આવેલ હતી. અને મોડી રાત્રીએ છોડવામાં આવેલ હતા. જેથી દીકરીઓને બસ સ્ટેન્ડમાં રાત્રી રોકાણ કરવું પડ્યું છે. તેમજ ભાગ લેનાર ૪ દીકરીઓને આ ઉપવાસ આંદોલનમાં તબિયત નાજુક હોવાથી હોસ્પિટલમાં ગુડીયા બગડા, ચાવડા સોનલ, મોરી રવિના, ચાવડા સ્મિતાને દાખલ કરેલ છે. તેમજ આ સમિતિ દ્વારા એસ.સી.એસ.ટી. ઓ.બી.સી. માઈનોરીટી, અને મહિલા સાથેના અન્યાય સામે બંધારણીય એકતા સમિતિ લડત આપી રહી છે. હાલ ૩૨ દીકરીઓ ઉપવાસ-ધરણા પર બેઠા છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને નરેશભાઈ મારું ધરણા-ઉપવાસમાં જોડાયા છે. તેમજ સમિતિના સભ્યોને બહોળો પ્રતિસાદ મળ્યો છે. જેમાં ધાધલ પૂજા, વાધેલા આશા, રાઠોડ નીતા, ચાવડા રીના, મોરી રવિના, ધારા ગોહેલ, બગડા ગુડિયા, ઠાકોર મીનાક્ષી, દીપિકા ચૌહાણ, બારૈયા દક્ષા, ગીતા બાવળિયા, સાગઠીયા પૂજા સહિતના આગેવાનો અને સમિતિના હોદ્દેદારો બહોળી સંખ્યામાં જોડાયા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)