ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ અનેકવિધ કાર્યક્રમો યોજાયા

ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા મુકામે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ અનેકવિધ કાર્યક્રમો યોજાયા
Spread the love

પૃથ્વિ પરની કામધેનુ એટલે ગાય.ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ.આપણા વેદો અને પૂરાણોમાં સર્વ જીવોમાં શ્રેષ્ઠ ગાયને ગણવામાં આવી છે.ભારતની પ્રાણવાન પ્રજા ગાયને આભારી છે.પૃથ્વી પર જો ગાય માતા સુખી હશે તો જ આપણે સુખી રહીશુ.પરંતુ આજના સમયમાં માણસ પૈસા અને સંપતીની પાછળ એટલો બધો ઘેરાઈ ગયો છે કે તે ગાયના સાચા મુલ્યને ભુલી ગયો છે પરિણામે આજે દરેક જગ્યાએ ગાય દુઃખી અને અસહાય નજરે પડે છે જે આવનારા સમય માટે ભયંકર પરિણામ લાવી શકે તેમ છે આવી જ બિમાર ,લાચાર અને દુઃખી ગાયો માટે કુકસવાડા ગામના કેટલાક ગૌ પ્રેમીઓ માં ગૌ સેવા હોસ્પિટલના નામે ગાયો માટે સેવા કરી રહ્યા છે.

તા.૧૪.૦૧.૨૦૧૯ના મકરસંક્રાંતિના પાવન દિવસે માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડાના સાનિધ્યમાં શ્રી ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનુ સુંદર મજાનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ યજ્ઞમાં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા તેમજ ગાયત્રી પરિવાર ચોરવાડ અને ગાયત્રી જ્ઞાન મંદિર શિતળા કુંડ જુનાગઢના સહયોગથી કરવામાં આવ્યો હતો. ગૌમાતાના સાનિધ્યમાં યોજાયેલ આ મહાયજ્ઞ નિરાધાર,અપંગ,વૃધ્ધ,બિમાર,અકસ્માત તેમજ રામ ચરણ પામેલ ગૌમાતાના કલ્યાણ અર્થે કરવામાં આવ્યો હતો. આ યજ્ઞનો લાભ કુકસવાડા ગામ તેમજ આજુબાજુના ગામની જનતાએ લીધો હતો.

કુકસવાળા ની માઁ ગૌ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ મહાયજ્ઞની સાથે સાથે વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ૧૩૫ દર્દીઓની આંખોનુ ચેક અપ થયુ હતુમોતિયો,જામર જેવી તકલીફવાળા દર્દીઓને રાજકોટ ખાતે ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા.આ નેત્રનિદાન કેમ્પમાં શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલક તેમજ ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ ઉપરાંત સરદાર પટેલ બ્લડબેંક કેશોદના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પણ સારો એવો સહકાર મળ્યો હતો.

આ ઉપરાંત આજના દિવસે વ્યસનમુક્તિ કાર્યક્રમ રાખેલ હતો.આજે ઘણા લોકો કેન્સરની બિમારીનો ભોગ બનતા જાય છે.આ મહારોગ દારુ, બીડી, સીગારેટ, પાન-મસાલા તેમજ નશીલા પદાર્થોના સેવનથી આજે લોકોમાં ભરડો લઈ રહ્યો છે.આ રોગનો ભોગ બનતા અટકે તે માટે આજના દિને વ્યસનમુક્તિનુ પણ આ તકે આયોજન કરવામાં આવ્યુ હતુ. આ યજ્ઞમાં આજના આ દિને આયુર્વેદ ઉકાળાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતુ.શરદી,ઉધરસ,ફ્લુ,વાઈરલ તાવ તેમજ પેટના દર્દમાં લાભકારક આ ઉકાળાનુ લોકોએ સેવન કર્યુ હતુ.

આજે ખેતી દિવસેને દિવસે ભાંગતી જાય છે.ખેતીમાં વધુ પડતા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પરિણામ સ્વરુપ આજે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે અને અનેક રોગો ઉત્પન થતા જાય છે લોકોમાં આ જાગૃતિ લાવવા માટે ગાય આધારીત ખેતી અને તેના લાભોથી ખેડુતોને અવગત કરવા માટે ઓર્ગેનિક ગાય આધારીત ખેતીને લગતી માહિતી અંગે સાંજે ૫ઃ૦૦કલાકે શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ

ઉના તાલુકાના દેલવાડા ગામ દ્વારા ચાલતી ગૌશાળા દ્વારા ગાય આધારીત બનેલ વસ્તુઓ માટેનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો અને આ ઓર્ગેનિક પ્રોડક્ટ લોકો વાપરતા થાય તે માટે સમજ આપવામાં આવી હતી. ગાયત્રી પરિવાર દ્વારા કુંટુંબમાં રહેતા દરેક સભ્યો અને નાના બાળકોમાં સંસ્કારોનુ સિંચન થાય તે માટે વાંચવા અને વસાવવા લાયક સુંદર મજાના પુસ્તકોનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો આ પુસ્તકોનુ વિતરણ નજીવી કિંમતે કરવામાં આવ્યુ હતુ.

આમ આજનો મકરસંક્રાંતિનો દિવસ એટલે પાવન દિવસ આ દિવસે ભિષ્મપિતામહે પોતાનો દેહ છોડી ભગવાનશ્રી કૃષ્ણની હાજરીમાં માં ગંગાના ખોળે વિલિન થયા હતા. આજના દિવસે માં ગૌસેવા હોસ્પિટલ કુકસવાડા દ્વારા થયેલ આ ગૌકાર્ય અને માનવસેવાકીય કાર્યને શિવમ્ ચક્ષુદાન આરેણા બિરદાવે છે આ ભગીરથ કાર્યને નિસ્વાર્થ ભાવે કરી રહેલ કાર્યકરોને ગાય માતાના આશિર્વાદ મળે સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ આવા કાર્યો કરવા માટે ખુબ ઉર્જા બક્ષે તે પ્રાર્થના સહ……

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!