માંગરોળના કંકાશા ગામમાં 48 કલાકથી વીજળી ગુલ : ગ્રામજનો હેરાન પરેશાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાશા ગામ માં છેલ્લા 48 કલાક થી વીજળી ગુલ રહેતા ગ્રામજનો ખુબજ હેરાન પરેશાન થઈ ગયા હતા. કંકાસા ગામે વીજળી ગુલ રહેતા મૂંગા અને અબોલ જીવોની સ્થિતિ ખુબજ દયનિય જોવા મળી રહીછે અને મૂંગા અને અબીલ જીવો પાણી માટે આમથી તેમ ભટકી પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. માંગરોળ વીજ કચેરી ખાતે કંકાસા ગામના સરપંચ સહિત 30 થી 35 ગ્રામજનો દ્વારા વિજકચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો પરંતુ વિજકચેરીએ કોઈ પણ જવાબદાર અધિકારી હાજર ન હોવાને લીધે ગ્રામજનો હેરાન થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાના કંકાશા ગામ માં વચ્ચે વીજ તાર તૂટી ગયેલ હોવાથી છેલ્લા 48 કલાક થી વીજળી ગુલ થઈ ગયેલ છે તેમજ ગ્રામજનો દ્વારા આ બાબતે માંગરોળ વિજકચેરી એ કોલ કરવામાં આવે તો ફોન ઉપાડવામાં આવતા નથી અને જો ક્યારેક સદનસીબે ફોન ઉપાડવા માં આવેતો ત્યાંથી વ્યવસ્થિત જવાબ મળતો નથી અને લોકોને કલાક માં લાઇટ આવી જશે તેવા ઉડાવ જવાબો આપવામાં આવે છે.
વીજળી ગુલ થઈ જવાને લીધે ખેડૂતો દ્વારા પોતાના ખેતર માં લહેરાતા ઉભા મોલમાં પાણી વાળવામાં તેમજ આ અંધારાનો ફાયદો લઈ રાણી પક્ષીઓ નો ભય પણ અહીંના ખેડૂતોને સતત સતાવી રહ્યો છે ત્યારે આજ રોજ કંકાસા ના ખેડૂતો દ્વારા વીજકચેરી નો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને જ્યા સુધી વીજ પાવર નહીં આવે ત્યાં સુધી કચેરીએ જ લોકો રહેશે તેવી ચીમકીપણ ખેડૂતો દ્વારા ઉચ્ચાર વામાં આવી હતા. અવાર નવાર કોઈને કોઈ કારણે ચર્ચા માં રહેતું માંગરોળ PGVCL કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક કામગીરી કરશે કે કેમ એ તો હવે જોવાનુ જ રહ્યું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)