ઉત્તરાયણના પર્વે કડીમાં અસંખ્ય પક્ષીઓ અને માણસો દોરીથી ઘાયલ

ઉત્તરાયણના પર્વે કડીમાં અસંખ્ય પક્ષીઓ અને માણસો દોરીથી ઘાયલ
Spread the love

કડી માં ઉત્તરાયણ નિમિતે આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી છવાયું હતું.આગાસીઓ ઉપર ગોઠવાયેલાં પતંગરસીયાઓની ચિચિયારીઓ સંગીતના તાલે માહોલ જામ્યો હતો.બીજી તરફ ચાઈનીઝ દોરીથી ઘવાયેલાંની સારવાર માટે 108 દોડતી રહી હતી.ચાઈનીઝ તેમજ કાતિલ દોરીના કારણે 40 થી વધારે ગગન વિહારી પક્ષીઓ ઘવાયાં હતાં. કડી શહેરમાં કાર્યરત કરુણા અભિયાનને ઉત્તરાયણના દિવસે 30 થી વધારે કોલ મળ્યા હતા.એક જ દિવસમાં 20 થી વધારે કબૂતર તથા બાજ,સમડી,મોર સહિતના પક્ષીઓ ઘાયલ થયા હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી એક કાળી કોંકણસારનું સારવાર કેન્દ્ર ઉપર લાવતા રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.

પતંગ ની કાતિલ દોરીથી ઘણા રાહદારીઓ પણ ઘણા ઘાયલ થયા છે.જેમાં બે ત્રણ કિસ્સામાં ઘાયલ ને ગળાના ભાગે 10 થી વધુ ટાંકા આવ્યા હતા.નગરાસણ ગામનો યુવાન પોતાના પોતાના ચાર વર્ષના બાળકને બાઇક ને આગળ બેસાડી જઈ રહ્યો હતો ત્યારે નાના બાળક ને ગળામાં દોરી ભરાયી જતા બાળકને ગળામાં દોરી વાગતા ગંભીર રીતે ઘાયલ થતા કડી ના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ના સહયોગ થી અમદાવાદ સત્યમ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કર્યો હતો.કડી ના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ પશુ સારવાર કેન્દ્ર ઉપર આવી હાજર સભ્યોને સેવા બદલ બિરદાવ્યા હતા.પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના સભ્યો તથા સ્થાનિક એનજીઓ ના કાર્યકર્તાઓ બે દિવસ ખડેપગે સેવામાં હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!