અમરેલીના મોટી કુકાવાવ ગામે શ્રીનાથજી હવેલી દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન

અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવના સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિ ને જણાવતા અતિ આનંદ થાય છે કે મોટી કુંકાવાવના આંગણે આપણા ઇષ્ટદેવ નિકુંજનાયક શ્રીનાથજી એવમ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના અસીમ અનુગ્રહથી શ્રીનાથજીની હવેલી મોટીકુકાવાવના દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પાટોત્સવ પ્રસંગે અખંડ ભુમંડલાચાર્ય આચાર્યશ્રી મહાપ્રભુજીના વંશજ પૂજ્ય પાર.ગો. શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજશ્રી આ અલૌકિક પ્રસંગે પાટોત્સવને દીપાવ્યો હતો તેમજ તેમના સ્વમુખે વચનામૃતનું ખુબ જ સુંદર દ્રષ્ટાંતો સાથે પોતાની આગવી છટા અને વાણી સાથે રસપાન કરાવ્યું હતું.
સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સૃષ્ટિને જણાવતા અતિ આનંદ થાય છે કે મોટી કુંકાવાવના આંગણે આપણા ઇષ્ટદેવ નિકુંજનાયક શ્રીનાથજી એવમ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના અસીમ અનુગ્રહથી શ્રીનાથજીની હવેલી મોટીકુકાવાવના દ્વિતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જે પાવન પાટોત્સવ પ્રસંગે અખંડ ભુમંડલાચાર્ય આચાર્યશ્રી મહાપ્રભુજીના વંશજ પૂજ્યપાદ ગો. શ્રી 108 દ્વારકેશલાલજી મહારાજશ્રી આ અલૌકિક પ્રસંગે પાટોત્સવે દીપાવ્યો હતો અને તેમના સ્વમુખે વચનામૃતનું સુંદર રસપાન કરાવ્યું હતું.
પ્રમુખશ્રી રાજેશભાઈ ટાઢાણી, મનસુખભાઈ પાઘડાળ, ધીરુભાઈ ટાઢાણી, કાનજીભાઈ ડોબરીયા, શ્રી ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી માં પોષ વદ છઠ ને ગુરૂવાર તારીખ 16-1-2020 ના રોજ દ્વિતીય પાઠ સૌનો ખૂબ જ સરસ આયોજન કરેલુ હતું. વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો એ સત્સંગ અને ભગવાનનાં દર્શન કરી સાંજનો પ્રસાદ લીધો હતો.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)