ગુવાર ખાતે જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્યજીની 720મી જન્મજયંતીની ઉજવણી

- માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિરથી રામાનંદ આશ્રમ સુધી ભવ્ય પાલખીયાત્રા (શોભાયાત્રા) નિકળી
- આશ્રમ પર શ્રી સ્વામીજીનું મહાપૂજન અને મહાઆરતી, સંતો મહેક મહંતોના પ્રેરક પ્રવચન યોજાયા
- શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બાળકો માટે રમત-ગમત તથા અન્ય સ્પર્ધા તથા વિવિધ સ્પર્ધાઓ ના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ જુના ગુવાર ખાતે જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્યજીની 720 મી જન્મ જયંતી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ. હતી જેના અનુસંધાને મહંત જાનકી દાસ મહારાજ ની આગેવાનીમાં સાધુ-સંતોની સાથે ગાડીમાં ભગવાન રામ ની તસ્વીર સાથે માંગરોળ ધનેશ્વર મહાદેવ મંદિરથી રામાનંદ આશ્રમ સુધી ભવ્ય પાલખીયાત્રા (શોભાયાત્રા) નિકળી હતી.
રામાનંદ આશ્રમ પર શ્રી સ્વામીજીનું મહાપૂજન તથા મહાઆરતી યોજાઈ હતી જેમાં સંતો મહેક મહંતોના પ્રેરક પ્રવચનો કર્યા હતા. મહંત જાનકીદાસ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામચંદ્રજી ની અસીમ કૃપા અને શ્રી હનુમાનજી મહારાજની પ્રેરણાથી હિંદુ ધર્માધ્યક્ષ જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્યજીની 720 મી જન્મ જયંતી આજે શ્રી સ્વામી રામાનંદ સંત આશ્રમ જુના ગુવાર ખાતે યોજવામાં આવી હતી.
આ સંભારંભ મધ્યગુજરાત શ્રી રામાનંદ મંડળના શ્રી મહંત શ્રી જમનાદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો. અને આશ્રમના અધિષ્ઠાતા હિમાલય નિવાસી મહામંડલેશ્વર મહંત સ્વામી શ્રી અભિરામદાસ ત્યાગીજી મહારાજ અને મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના મુદમંગલમય સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના દર્શન અને સત્સંગનો લાભ લોકોએ લીધો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને શાળાના બાળકો માટે રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી.આ પ્રસંગે વિજેતા બાળકોને વિવિધ સ્પર્ધાઓ ઇનામ વિતરણ કરાયું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા