ગંજીપાના વડે રૂપિયાની હારજીત કરતા છ જુગારીઓને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

સુચના અન્વયે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહિબીશન જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય. ડી.સ્ટાફ પોલીસ એમ.વિ.રબારી તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર નાઓને ખાનગીરાહે મળેલી હકીકત બાતમીના આધારે ધરમનગર પાછળ રૂષીવાટીકા શેરી. 1 રાજકોટ ખાતેથી ગંજીપતાની પાનાવતી તીનપયીનો જુગાર રમી રહેલા છ ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી
- વિજયસિંહ મહિપતસિંહ ગોહિલ
- કિશોરભાઈ પુજાભાઈ પારધી
- વાલજીભાઈ રવજીભાઈ વાધેલા
- હાસમશા રહેમાનશા શાહમદાર
- રમેશભાઈ જીવણભાઈ પરમાર
- મોહનભાઈ ભલાભાઈ મકવાણા
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર તથા એમ.વિ.રબારી તથા રાજેશભાઈ.એન.મિયાત્રા તથા હરેશભાઈ પરમાર તથા હરપાલસિંહ જાડેજા તથા જેનતિગીરી ગોસ્વામી તથા મુકેશભાઈ ડાંગર તથા નિમૅળસિંહ ઝાલા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)