પ્રખર હિન્દુવાદી વક્તા સાધ્વી ઋતુમ્ભરાએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફસિક યુનિટીની મુલાકાત લીધી

- ભેદભાવની દીવાલ તોડી કન્યાકુમારીથી કાશ્મીર સુધી દરેક ભારતીયનો દિલ ધડકવું જોઈએ
- જે તે સમયે રામ જન્મભૂમિના આંદોલન વખતે મેં કહ્યું હતું કે દેશને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવાની જરૂર છે.
રાજપીપલા,
વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગા વાહીનીના સ્થાપક અધ્યક્ષ અને પ્રખર હિન્દુવાદી વક્તા સાધ્વી ઋતુમ્ભરાએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એમણે સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. પોતાની આ મુલાકાત દરમિયાન એમણે જણાવ્યું હતું કે, રાજા રજવાડાંઓને એક કરી ભારત ગણરાજ્યને એક કરવા વાળા એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એમણે અંગ્રેજોની ગંદી રાજનીતિને સફળ થવા દીધી ન હતી. એમણે અભિવ્યક્તિ અને ત્યાગબળ થકી ધન, સત્તા વગર પોતાની સુવિધાઓનો ખ્યાલ કર્યા વિના દેશ માટે કામ કર્યું હતું. એવા ત્યાગી પુરુષો જ ઇતિહાસ રચી શકે. હાલમાં દરેક નાગરિકે ભારતની સંપૂર્ણ શક્તિને એક કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
અલગ અલગ મતમતાંતરોમા આપણે હાલ વહેચાયેલા છે. આપણા ઈશ્વર, ધર્મ, સંપ્રદાયો અને પથ અલગ અલગ છે પણ મંજિલ તો એક છે.એ મંજિલનો દરેક ભારતીય જો ખ્યાલ રાખવો જોઈએ.ભારતીની દુર્બળતા એ છે કે, આપણામા જાતીય અભિમાન છે પણ રાષ્ટ્રીય સ્વાભિમાન નથી.જાતીય વાડાઓ તથા કથિત ધાર્મિક ઓળખના આપણે શિકાર બની ગયા છે. જો એવું જ રહ્યું તો દેશ વધુ દુર્બળ બની જશે.
દરેક ભારતીઓ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસના ફૂલો એકત્ર કરી ભારત માતાના ચરણોમાં અર્પણ કરો.હવે એ સમય આવી ગયો છે કે ભેદભાવની દીવાલ તોડી કન્યાકુમારીથી કાશ્મીર સુધી દરેક ભારતીયનો દિલ ધડકવું જોઈએ.જાતી, ગતિ, ભક્તિ અને શક્તિ ભારત માતાના ચરણોમાં સમર્પિત હશે ત્યારે જ આપણું કલ્યાણ થશે. જે તે સમયે રામ જન્મભૂમિના આંદોલન વખતે મેં કહ્યું હતું કે દેશને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ જેવાની જરૂર છે.ભારત દેશ બાહ્ય ષડયંત્રોથી વિખેરાય રહ્યો છે એ આપણું દુભાગ્ય કહેવાય. પીએમ મોદી નહીં પણ ભારત દેશના નાગરિકો એક થશે ત્યારે જ આપણા સપનાઓ શાકાર થશે.
દુનિયામાં સંસ્કૃતિ અને આચરણ માટે ભારતીય શ્રેષ્ઠ છે.દરેકને ભોજન બનાવી પેટમાં સમાવી લેવાનું એ ભારતનું ચિંતન નથી.દરેક ભારતીયોના નામ ભલે અલગ છે પણ ભક્તોના ભગવાન અને માણસની જાત એક છે.અહમ વહેમ છોડી એક થઈ જાવ અને ભારતના વિકાસમાં સહભાગી બનો.
તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા