લીંબડી : બોડીયા ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલ ઓરડીમાં રેઇડ કરી

સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષ કે શ્રી મહેન્દ્ર બંગડીયા સાહેબનાઓએ જીલ્લા માં ગે . કા દારૂ જુગારની પ્રવૃતિને જડ – મુળથી નાબુદ કરવા સુચના કરતાં મેં ના , પો. અધિ. શ્રી ડી . વી . બસીયા સાહેબની મુયનાં અને માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઈ.સી . શ્રી બી. કે. પટેલ સાહેબનાઓ તથા લીંબડી પોલીસ સ્ટેશનના પો. સબ . ઇન્સ. એન. એચ. સોલંકી તથા લીબડી પોલીસ સ્ટાફના પો. હેડ. કોન્સ, અનિરૂધ્ધસિંહ અજીતસિંહ ડોડીયા તથા નંદલાલભાઇ જી. સાપરા તથા દશરથસિંહ એલ. જાદવ તથા ચંદુભાઇ પી. બાવળીયા તથા પો. કોન્સ. કિરીટસિંહ રાઠોડ તથા ડ્રા. વિજયસિંહ ડી. ઝાલાનાઓ લીબડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો. હેડ. કોન્સ. ચંદુભાઇ પી. બાવળીયાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે હેમંતભાઇ ઠાકરશીભાઇ પટેલ રહે. બોડીયા, ત. લીંબડીવાળા, બોડીયા ગામની સીમમાં વાંચેલાની વાડી તરીકે ઓળખાતા ખેતરમાં બનાવેલ ઓરડીમા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ ઇંગ્લીસ દારૂ તથા બિયરનો મોટો જથ્થો મંગાવી રાખી મુકેલ છે તેવી મળેલ સચોટ અને ચોકકસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ – ૬૧૩ કી. રૂા. ૧,૮૩,૯૦૦/- તથા બીયરના ટીન નંગ – ૪૩ ૨ કિ. રૂ. ૪૩,૨00/- મળી કુલ રૂા . ૨,૨૭,૧૦૦/- નો મુદામાલ મળી આવતા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)