સુરેન્દ્રનગર ખાતે જિલ્લાકક્ષાની રોજગાર ભરતી મેળો યોજાયો

સુરેન્દ્રનગરા જિલ્લા રોજગાર કચેરી અને મોડેલ કરીયર સેન્ટર , સુરેન્દ્રનગર દ્વારા યુવાનોને ખાનગીફોને રોજગારી મળી રહે તે માટે શ્રી એમ . પી . શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ , સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ૧૯ જેટલા ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાશ્રીઓ તથા ૯૧૨ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતી.
આ રોજગાર ભરતી મેળામાં નોકરીદાતાઓ દ્વારા મેન્યુફેકચર – ૧૧૧ અને સર્વિસ – ૨૭૪ મળીને કુલ ૩૮૫ જેટલા યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી . ઉપરાંત ભારતીય પોસ્ટલ પે બેન્ક સુરેન્દ્રનગર દ્વારા ૩૬ બચત ખાતા ખોલવામાં આવ્યા હતા તેમજ સ્વરોજગાર એજન્સીઓ દ્વારા સ્વરોજગાર ઈચ્છુક ઉમેદવારોને માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવ્યુ હતુ આ પ્રસંગે સાંસદસભ્ય ડો. મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા રોજગાર ભરતીમેળાના માધ્યમ થકી રોજગાર વાંચ્છુઓને રોજગારી મેળવવામાં માટે ઉમદા તક પુરી પાડતા રોજગાર વાંચ્છુઓને પોતાની લાયકાત મુજબ નોકરી સ્વીકારવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે એમ . પી . શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો . હિમતભાઇ ભાલોડીયા અને રોજગાર અધિકારીશ્રી જે . ડી . જેઠવા તેમજ નોકરીદાતાઓ સહિત મોટી સંખ્યામાં રોજગારવાંચ્છક ઉમેધ્વારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)