અંબાજીમા 10મી ખોડિયાર જયંતી ધામધૂમથી ઉજવાઈ : મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

ગુજરાત ના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ની ગણના દેશના સૌથી મોટા શક્તિપીઠ તરીકે થાય છે આ ધામ મા માંઅંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે મંદિરો ની નગરી તરીકે ઓળખાતી આ નગરીમા માતાજીના ભક્તો સમગ્ર વિશ્વ માંથી માતાજી ના દર્શન કરવા આવતા હોય છે ,આજે મહા સુદ આઠમના દિવસે ખોડિયાર જયંતી હોઈ આજે અંબાજીના ખોડિયાર ચોકમા આવેલા પ્રાચીન અને પૌરાણીક મંદિર મા વહેલી સવાર થીજ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી ખોડિયાર યુવક મંડળના સહયોગથી આજે સવારે ખોડિયાર માતાના મંદિર પર નવચંડી યજ્ઞ યોજાયો હતો. જેમા મંડળના સભ્યો હવનમા બેઠા હતા સાથે અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ શરુ કરવામાં આવ્યો હતો. આ મંદિરમા 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના 7 નંબર વીઆઇપી ગેટ પહેલા આવતો વિસ્તાર ખોડિયાર ચોક તરીકે જાણીતો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું ખોડિયાર માતાજીનું મંદિર અંબાજી મંદિરના 7 નંબર ગેટ પહેલા આવે છે.
આ મંદિર ચમત્કારીક અને પ્રાચીન હોઈ આ મંદિર આસપાસ ના લોકો પોતાની દુકાન ખોલ્યા પહેલા ખોડિયાર માતાજી ની અગરબત્તી અને દર્શન કરીને પોતાનો વેપાર શરુ કરે છે આજે આ મંદિર મા માઈ ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યા મા દર્શનાર્થે આવ્યા હતા આજે મંદિર પર ધજા રોહણ પણ કરવામાં આવ્યુ હતુ હવન ની પુર્ણાહુતી બાદ ભક્તો માટે પ્રસાદી અને ભંડારા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આજે રાત્રી ના સમયે અહીં રાજસ્થાન ના મશહૂર કલાકાર ગજેન્દ્ર રાવ તરફથી ભજન સંધ્યા નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે ,આજે ખોડિયાર મંદિર આસપાસ ની તમામ દુકાનો બંદ રાખી લોકો ખોડિયાર માતાજીની સેવામા જોડાયા હતા, બપોરે ખોડિયાર માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા પણ મંડળ દ્વારા નીકાળવામાં આવશે. ખોડિયાર મંદિર ના પૂજારી મુકેશભાઈ જોષી તરફથી તમામ લોકોને ખોડિયાર જયંતીની શુભકામના પાઠવી છે, આજે અંદાજે 251 કિલો ની સુખડી અને બુંદી નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આજે મોટી સંખ્યામાં ભક્તો જય માં ખોડીયારની જય બોલાવતા હતા આમ આજે અંબાજી ધામ માં ખોડિયાર મય બની ગયુ હતુ.
અમિત પટેલ (અંબાજી)