અંબાજી : યુવા માર્બલ કિંગ જીગ્નેશ ત્રિવેદીનું દુઃખદ અવસાન , અંબાજીમા શોકમય માહોલ

ગુજરાત અને ભારત દેશ ના સૌથી લોકપ્રિય યાત્રાધામ અંબાજી ની ગણના દેશ ના સૌથી મોટા શક્તિપીઠ તરીકે થાય છે આ અંબાજી ધામ મંદિર અને માર્બલ ઉધોગના કારણે સમગ્ર વિશ્વમા જાણીતું બન્યું છે ,અંબાજી મા એકમાત્ર ઉધોગ તરીકે માર્બલ નો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો છે આ ધામમા સોમપુરા અને ત્રિવેદી પરિવારનું નામ આખા વિશ્વમા જાણીતું કરવાનું ગૌરવ આ પરિવાર ને જાય છે ,અંબાજી મા જેડી ત્રિવેદી અને ડી. કે. ત્રિવેદીનું નામ અહીં થી છેક આખા વિશ્વ સુધી ફુલ્યું ફાલ્યું છે.
આ પરિવારના જેઠાલાલ ત્રિવેદીના પૌત્ર અને જેડી ત્રિવેદી માર્બલ ના માલિક જીગ્નેશ ભાઈ ત્રિવેદી નું આજે મહા સુદ આઠમના રાત્રે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેવો આ ફાની દુનિયાને અલવીદા કઈ ચાલ્યા ગયા છે 2 જાન્યુઆરી 1976 ના રોજ જન્મેલા જીગ્નેશભાઈ ત્રિવેદી પોતાની પાછળ પોતાની પત્ની અને પુત્ર રાહુલ અને પુત્રી યાનાને છોડી અચાનક આ દુનિયા થી વિદાય લેતા તેમના માતા પિતા પર આભ તૂટી પડ્યું છે
અંબાજી પોલીસ સ્ટેશન સામે રહેતા જેડી હાઉસના જીગ્નેશ ત્રિવેદી નાની ઉંમરમા આજે અચાનક વિદાય લેતા અંબાજી ત્રિવેદી પરિવાર શોકમય બની ગયુ છે, અંબાજી મા તમામ પત્રકારો સાથે સારો સબંધ ધરાવતા જીગ્નેશ ભાઈ ની ખોટ પત્રકાર આલમમા આજીવન રહેશે, ધાર્મિક અને મિલનસાર સ્વભાવને કારણે તેવો લોકોમા ભારે પ્રિય હતા ,અંબાજી માર્બલ એસોશિયેશનના ઉપપ્રમુખ તરીકે તેવો ઘણા વર્ષ થી જોડાયેલા હતા આજે તેમની અંતિમ યાત્રા જેડી હાઉસથી કોટેશ્વર અંતિમ ધામ ખાતે જશે આખું અંબાજી ધામ આ યુવાને શ્રદ્ધાંજલી પાઠવે છે.
અમિત પટેલ (અંબાજી)