અમદાવાદ પોલીસનું ટ્વીટ : કાર ચાલક સહિત બેઠેલા દરેક વ્યક્તિઓએ શીટબેલ્ટ બાંધવો ફરજીયાત….!

અમદાવાદ પોલીસનું ટ્વીટ : કાર ચાલક સહિત બેઠેલા દરેક વ્યક્તિઓએ શીટબેલ્ટ બાંધવો ફરજીયાત….!
Spread the love

અમદાવાદ પોલીસ દ્વારા ટ્વીટ  પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કારમાં ડ્રાઈવ કરતા વ્યક્તિ અને તેની પાસે આગળની સીટમાં બેઠેલા વ્યક્તિએ જ સીટ બેલ્ટ બાંધ્યો હોય છે. પરંતુ પાછળની તરફ બેઠેલા વ્યક્તિઓ સીટ બેલ્ટ બાંધતા હોતા નથી. જેને લઈને અકસ્માત સમયે પાછળ બેઠેલા લોકોને પણ ઈજા પહોંચી શકે છે. જેને ધ્યાનમાં રાખતા પોલીસ દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે. અને એવો આદેશ જાહેર કરાયો છે કે, કારમાં તમામ લોકોએ સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત રહેશે.

હેલ્મેટ ફરજીયાત બાદ હવે કારમાં બેઠેલા દરેકને શીટ બેલ્ટ બાંધવો ફરજીયાત છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે કાર ચાલક સિવાય કારમાં કોઇ શીટ બેલ્ટ બાંધતુ નથી. જો કે તે સંખ્યા પણ દંડ ફટકારવાની ઘટનાઓ સામે આવ્યા બાદથી જ વધી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે આ અંગે ટ્વીટ કરી શહેરીજનોને શીટ બેલ્ટ ન પહેરવાથી શું નુકસાન થઇ શકે છે તે એક વીડિયો મારફતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રાફિકનાં નિયમથી લોકોને જાગૃત કરવા અમદાવાદ પોલીસનું આ એક ખાસ પગલુ માનવામા આવી રહ્યુ છે. ત્યારે હવે ટ્વીટ દ્વારા લોકોને જણાવવામાં આવતી વાતોને લોકો કેટલુ ધ્યાને લે છે તે જોવાનું રહેશે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!