અમદાવાદ : સાઉથ બોપલના ઓર્ચીડ સેન્ટરમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

અમદાવાદ : સાઉથ બોપલના ઓર્ચીડ સેન્ટરમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Spread the love

અમદાવાદના સાઉથ બોપલના ઓર્ચીડ સેન્ટર પાસે પાર્ક કરેલી એક કારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાક મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને યુવકની હત્યા કરાઈ છે કે અન્ય કારણોસર મોત નિપજ્યું છે તે દિશામાં હાલ તપાસ શરુ કરી છે. સાઉથ બોપલના ઓર્ચીડ સેન્ટર પાસે પાર્ક કરેલી એક કારમાંથી ભાવેશ રબારી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભાવેશ ઓલાનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. હાલ બોપલ પોલીસ યુવકની હત્યા કરવામાં આવી છે કે અન્ય કારણોસર મોત નિપજ્યું છે તેની તપાસ કરી રહી છે.

14 જાન્યુઆરી સ્ટર્લિંગ સીટી પાસેથી મળ્યો હતો યુવકનો મૃતદેહ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ બોપલની સ્ટર્લિંગ સીટી પાસેથી મયંકનામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રેમસંબંધની તકરારમાં યુવકની હત્યા કરીને મૃતદેહેને સ્ટર્લિંગ સીટી પાસે ફેંકી દીધો હતો.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!