જૂનાગઢના ભેસાણ માર્કવટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રમાં ગોલમાલ….!

ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં રાત્રી ના ,8,00 વાગ્યાના આસ પાસ અજાણ્યા શખ્સો દ્વારા હલકી ગુણવતા ની મગફળી ઢળવતી હોય આયસર ટ્રકમાં મગફળી ભરાતી હોય તેવા સી,સી ટીવી ફુટેજમાં દેખાય આવેલ જેમના ત્રણ આયસર ટ્રક માં મગફળી ભરેલી છે જેમાંથી એક આયસર ટ્રકમાં ,190, કોથળા ભરેલ છે જે મગફળી સાવ ખોખા હલકી ગુણવત્તાવાળી તેમજ ધૂળ કાંકરા નીકળ્યા…!
ભેસાણ મામલતદાર બ્રહ્મભટ ને જાણ થતાં નાયબ મામલતદાર કનકસિંહ પરમાર, પી એસ, આઈ, મહેન્દ્રસિંહ ચુડાસમા સ્થળ પર મોકલેલ આ મગફળી ઠલવાઇ તે પહેલાં રોકવી દેવામાં આવી તેમજ વહીવટી તંત્ર દ્વારા આગળ તપાસ કરી જે લોકો ભ્રષ્ટચાર માં સામેલ હશે તેમની ઉપર કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યાર્ડના ચેરમેન નટુભાઈ પોકિયા ના જણાવ્યા અનુસાર અહીં આવેલ મગફળી માં અમારી કોઈ ભૂમિકા છેજ નહિ માત્ર જગ્યા ,લાઈટ અને પાણીની વેવસ્થા અમારે કરવાની હોય છે કૌભાંડ કઈ રીતે થયું ગ્રેડર થી લઈને તમામ જવાબદારી તંત્રની છે…
રિપોર્ટ : મહેશ કથીરિયા (ભેસાણ)