બનાસકાંઠા : પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની જિલ્લા કલેકટર સાથે શુભેચ્છા મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠને વ્યાપક આવકાર મળી રહ્યો છે અને દરેક તાલુકાઓમાં પત્રકાર એકતા સંગઠનોની રચના થઈ રહી છે ત્યારે બનાસકાંઠા એકતા સંગઠનના જિલ્લા હોદ્દેદારોએ આજે જિલ્લા કલેકટરશ્રીની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનના આગામી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનના આગામી કાર્યક્રમો સંદર્ભે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ જગદીશસિંહ રાજપૂત, પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા, ઝોન ૯ ના પ્રભારી અંબાલાલ રાવલ, બનાસકાંઠા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તેમજ વાવના પ્રભારી હાજાભાઈ રાજપુતે મંગળવારે સાંજે જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલેની શુભેચ્છા મુલાકાત લઈ આગામી કાર્યક્રમો સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીને માહિતગાર કરી આગામી દિવસોમાં યોજાનાર પત્રકાર ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા પણ વિનંતી કરી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટરશ્રીએ ગુજરાતમાં રાજ્ય કક્ષાએ પત્રકાર મિત્રોનું સંગઠનની રચનાને આવકારી સંગઠનના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાની પણ તૈયારી દર્શાવી હતી.