નર્મદા તટે આવેલ ધારેશ્વર મહાદેવના મંદિરમાં સૌપ્રથમવાર મહંત જાનકીદાસ બાપુ સાડા ચાર મહિના અખંડ ધૂનની તપસ્યામાં બેઠા

- આ તક ચણીયાથી કાશી કરવાથી જે ફળ મળે તેના કરતાં 100 ગણું ફળ મળતું હોવાનું નર્મદા પુરાણમાં ઉલ્લેખ – મહંત જાનકીદાસ બાપુ.
- છાણા ની આઠ ઢગલી કરી 8 ધૂની કરી 8 યજ્ઞો હવન ની પૂજા મા છાણા દાન આપનારની મનોકામના પણ પૂર્ણ થતી હોવાની માન્યતા.
- ગંગા દશહરા સુધી સાડા ચાર માસની અખંડ ધૂન ની તપશ્ચર્યા.
નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ ઉત્તરવાહિની નર્મદા તટે આવેલા ધોળેશ્વર મહાદેવના મંદિરમાં સૌપ્રથમવાર મંદિરના મહંત જાનકીદાસ બાપુ સાડા ચાર મહિનાની અખંડ ધૂન મીની તપસ્યામાં બેઠા છે, તેમના જણાવ્યા અનુસાર વસંત પંચમી થી ગંગા દશેરા સુધી સાડા ચાર માસની અખંડ ધૂનની તપશ્ચર્યા સૌપ્રથમ ઉત્તરવાહિની નર્મદા તટે આવેલ ધારેશ્વર મહાદેવના મંદિરમાં થઈ રહી છે. આ તપશ્ચર્યા કઠિન હોય છે, હાલ દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ભૂખ્યા પેટે આ તપશ્ચર્યા જાનકીદાસ બાપુ કરી રહ્યા છે.
જેમાં જાનકી દાસ બાપુના જણાવ્યા અનુસાર જમીન પર નીચેથી ચારેબાજુ અગ્નિની ગરમી અને ઉપરથી સૂર્યની ગરમીથી શરીરને તપા વિવિધ મંત્રોચાર સાથે વિશ્વ કલ્યાણની ભાવના માટે આ અનોખી તપશ્ચર્યા કરવામાં આવી રહી છે, જેમાં છાના ની આ ઢગલી કરી 8 ધૂની કરી 8 યજ્ઞ હવન મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે. આ પૂજામાં છાના દાન આપનાર ભક્તોની મનોકામના પણ પૂર્ણ થતી હોવાની માન્યતા છે તેથી રોજ લોકો 5 થી 11 ના દાન કરે છે દરરોજ 11 થી 3 સુધી શરીરને તપાવી તપશ્ચર્યા કરવાથી મનોવાંછિત ફળ મળે છે મહંત આ તપશ્ચર્યા વિશ્વનું કલ્યાણ થાય એ માટે કરી રહ્યા છે.
જાનકીદાસ બાપુ એ વિશેષમાં જણાવ્યું છે કે સાધુ સંતો ત્યાગી મહાત્યાગી ઓના સંપ્રદાયની આ પરંપરા છે. 8 જગ્યાએ છાણાની ઢગલીઓ કરી દરરોજ આઠ યજ્ઞ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે, એમ કહેવાય છે કે કાશીમાં જપ, તપ, યજ્ઞ, પૂજન કરવાથી જે ફળ મળે છે. તેના કરતાં 100 ગણું ફળ ઉત્તરવહીના નર્મદા તટે અખંડ ધૂનની તપશ્ચર્યા કરવાથી મળે છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા