રાજપીપળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરના કર્મચારીઓ પુનઃ નિમણૂક આપવા રજૂઆત

રાજપીપળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરના કર્મચારીઓ પુનઃ નિમણૂક આપવા રજૂઆત
Spread the love

સરપંચ પરિષદના ગુજરાત નર્મદા ઝોન ના ( વડોદરા, ભરૂચ, નર્મદા) દ્વારા રાજપીપળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરના કર્મચારીઓની ઘટ પુરવા બાબતે છોટા કરેલ કર્મચારી પુનઃનિર્માણ માટે પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર ફિમેલ હેલ્થ વર્કર અને ઘણા કર્મચારીઓ સેવા આપે છે. અને તેઓ જિલ્લા અને તાલુકા હેલ્થ ના માઇક્રો પ્લાંનિંગ પ્રમાણ ખૂબ સારી રીતે સેવા આપી છે. પરંતુ કર્મચારીઓને એક કે તેથી વધુ સબ સેન્ટર નો વધારાનો ચાર્જ આપવામાં આવે છે, એના કારણે કર્મચારીઓને ઘણી મુશ્કેલી પડતી હોય છે.

હાલમાં સરકારે મહેકમ પણ મંજુર કરેલ છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટનોચુકાદો પણ કર્મચારીઓની તરફેણમાં આવેલ છે, તેઓ 10-10 વર્ષમાં ફિલ્મોનો અનુભવ ધરાવે છે. માતા અને બાળ મૃત્યુ પ્રમાણ કે અન્ય તકલીફો પૂરતા કર્મચારી ના અભાવે થતી હોય છે. જો પૂરતા પ્રમાણમાં કર્મચારીની નિમણૂક થાય તો આવનાર દિવસોમાં લોકોના આરોગ્યની સુખાકારી ખૂબ સારી રીતે થાય તેમ છે. એ માટે તેમના અનુભવને ધ્યાનમાં રાખી એમના જિંદગીના વર્ષો આપે ના જાય એ બાબતે અગ્રીમતા આપી તેમને નિમણૂક આપવા સરપંચ ફરી સાથે રજૂઆત કરી છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સલગ્ન અધિકારીઓને પણ જાણ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!