ચાણોદ કેવડીયા રેલવે લાઈનમાં 24 જેટલા આવતા ગામોને રેલવે સ્ટેશનનો લાભ આપવા લેખિત રજૂઆત

મોરીયા કે મારુઢીયા ગામે રેલવેસ્ટેશન આપવામાં આવે તો આ તમામ 24 ગામોના રહેવાસીઓને લાભ મળે તેમ હોવાની રજૂઆત કરી. ભારત સરકારના પૂર્વ મંત્રી નારણભાઇ જે રાઠવા એ એન્જિનિયર રેલવે વિભાગ પ્રતાપનગર, વડોદરા ડિવિઝનને ચાણોદ રેલવે લાઈનમાં 24 જેટલા ગામોને રેલવે સ્ટેશનનો લાભ આપવા બાબતે પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું કે ચાણોદ કેવડીયા રેલ્વે લાઈન માં મોરણીયા,મારુઢીયા, મોરા,વરવાડા, નળગામ, ટાંક, પહાડ, ઉતાવળી, માંગુ, જલોદરા, લીમપુરા, બેજેઠા, કેસરપુરા, તેમજ આજુબાજુના 10 અન્ય ગામો આવે છે.આ તમામ ગામોમાં રેલ્વે લાઈન નો લાભ મળતો ન હોવાની રજૂઆત કરી છે જેથી મોરિયા કે મારૂઢિયા ગામે રેલવે સ્ટેશન માં આવે તો આ તમામ 24 ગામોના રહેવાસીઓને લાભ મળે તેમ હોવાની રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા