રાજનેતાઓ પક્ષનો શિષ્ટાચાર કેમ ભુલી ગયા….?!

- બજેટમાં “મેક ઇન ઇન્ડિયા” ક્યાં ખોવાયું….?
દેશભરમાં અત્યારે બજેટ, દિલ્હીની ચૂંટણીઓ અને સીએએ- એનસીઆર મુદ્દે શાહીનબાગ મહિલા આંદોલનના મુદ્દા સવિશેષ છવાયેલા છે. લોકો બજેટ અંગે કહે છે કે બજેટમાં દેશની આર્થિક હાલત સુધારવા, મંદી દૂર કરવા, જીડીપી દર વધારવા, નવી રોજગારી ઊભી થાય તે માટેની યોજના, બેરોજગારોને રોજગારી મળી રહે, મોંઘવારી કાબુમાં આવે તે બાબતનો કોઈ જ પ્રોજેક્ટો બાબતે ઉલ્લેખ ટાળવામા આવ્યા છે. તો પાંચ વર્ષ પહેલા “મેક ઈન ઇન્ડિયા” લોન્ચ કરવામાં આવેલ તે બાબતનો અછડતો ઉલ્લેખ પણ નાણામંત્રીએ આપેલ લાંબી બજેટ સ્પીચમાં કર્યો નથી…. તેનો અર્થ કે ભારતમાંથી “મેક ઈન ઈન્ડિયા” ગુમ કરી દેવામાં આવ્યું છે….! બજેટમાં જાહેરાતોના બદલે ગળામાં અટવાઈ જાય તેવી વાતો સાથેનું ગજબની ભુલભુલામણી વાળું જેવું છે..
પ્રજા સાથે છેતરપિંડી કરનારુ હોય તેવી અનુભૂતિ થાય છે….! તો બજેટ જોતાં સ્પષ્ટ અનુભૂતિ થાય છે કે બજેટમાં મૂંઝવણ- આવડત અને ચાલાકી ભરેલું સુખ- શાંતિ વિરોધી મનોદશા બતાવતો હોય તેવું જણાઈ આવે છે…! લોકોને ભાજપાને સત્તા-સુખ આપ્યુ અને તેના વિરુદ્ધનું પરિણામ બજેટમાં આવ્યું છે… પ્રજાને સુખ- શાંતિ મળે તે ભાજપાને ગમતું નથી તેવી અનુભૂતિ થાય છે…..! ભારતની કૌટુંબિક પ્રથાને તોડી નાખનારુ-વિભાજન કરી નાખતુ આ બજેટ છે…! બજેટમાં અમેરિકાની જૂના અર્થતંત્રની નીતિને અનુસરતા હોય તેમ દેશના લોકોને બચતથી દૂર રહે તેવું પ્રોત્સાહન આપતું છે. તેનો દાખલો છે એલઆઇસી વેચવાની વાત…
LIC સાથે દેશના 80 કરોડ જેટલા લોકો જોડાયેલા છે. તેના કારણે લોકો બચત કરતા હતા. પરંતુ સરકારે અમેરિકી નીતિ પકડી છે દેશના લોકો ખર્ચ કરવામાં નહીં પરંતુ બચત કરવામાં માને છે તે વાત સરકાર સમજી શકતી નથી….! મતલબ બચત ખૂબ જરૂરી છે નહીતો પરિવારો વિનાશ તરફ ધકેલાઈ જશે. બજેટે દેશના તમામ પ્રકારના વેપાર-ધંધા- ઉદ્યોગોને નિરાશ કર્યા છે. વળી સરકારમાં દૂરદર્શિતા અને દાનતનો અભાવ છે…..! જેથી દેશની સામાન્ય પ્રજાને કોઈ જ ફાયદો નહીં થાય. તેમજ સરકારની ધનની ભૂખ ભાંગે તેમ નથી.. એટલે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા પ્રજા પાસેથી ધન ખેંચ્યા કરે છે…. હવે આ બજેટના પરીણામો પ્રજાએ ભોગવ્યે જ છૂટકો….!!
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. ભાજપા કોઈપણ ભોગે ચૂંટણી જીતવા માંગે છે. એટલે કપિલ મિશ્રા,અનુરાગ ઠાકુર, પ્રવેશ શર્મા તેમજ ગૃહમંત્રી અમીત શાહે જે અસભ્ય ભાષણો કર્યા તેના કારણે દિલ્હીમાં તો ઠીક દેશભરની આમ પ્રજામાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. શાહીનબાગનો મુદ્દો હતોજ નહી તેને ભાજપાએ જ મારી મચડીને ઉભો કર્યો છે. ત્યારે જામીયા રસ્તે વિદ્યાર્થીઓની રેલી ઉપર ગોળીબાર થવો અને શાહીનબાગ ખાતે મહિલા આંદોલનકારીઓ ઉપર જય શ્રીરામ બોલીને ગોળીબાર થવો આ બધું પ્રજામા આક્રોશ ભડકાવનાર બાબતો છે. ત્યારે અહીંના એક શિક્ષિત મનોજ ગુપ્તાએ કહ્યું કે દેશમાં અગાઉથી વિદેશમાંથી આવેલાને નાગરિકતા આપવાનો કાયદો છે.
અગાઉની સરકારોથી લઈને અત્યાર સુધીની સરકારોએ અનેક ભારત બહારના લોકોને ભારતની નાગરિકતા આપી છે. ત્યારે મોદી સરકારે સીએએ- એનઆરસી લાવવાની કોઇ જરૂર ન હતી. આ કાયદો લાવી કેન્દ્ર સરકારે બંધારણનો ભંગ કર્યો છે તેમ કહેવું કે કેમ.? કારણકે કેન્દ્ર જે કાયદો લાવી છે તેમાં જાતિ- કોમનો ભેદભાવ છે, બંધુત્વની ભાવના ખતમ કરે છે એટલે આ કાનુન લાવવાની ભારત માટે જરૂરજ નથી. તો ભાજપાના નેતાઓ શાહીનબાગ, જેએનયુ, જામિયા અનુસંધાને જે બેફામ આક્ષેપો- આરોપો સહિતની ભાષા બોલે છે તે કદાપિ યોગ્ય નથી. મારો મત ભાજપાને જ આપતો હતો પણ હવે વિચારવું પડશે…. કારણકે શિસ્તબદ્ધ કહેવાતા પક્ષના નેતાઓ ઉશ્કેરણીજનક ભાષા વાપરે છે અને તે પણ જાહેરમાં જે યોગ્ય નથી…!
કારણ કે શિસ્તબધ્ધ કહેવાતા પક્ષના નેતાઓ ઉશ્કેરણીજનક ભાષા જાહેરમા બોલે…..તે યોગ્ય નથી…..કારણ કે ગોલી મારો સાલોકો વાક્યએ યુવાનોને ઉશ્કેર્યા અને વિદ્યાર્થી રેલી ઉપર તેમજ શાહીનબાગ ખાતે ગોળીઓ છોડવામાં આવી. છતા તંત્ર- પોલીસ મૌન છે…! ગોપાલના પિતા ૨૦ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે એ ગોપાલ સગીર વયનો કઈ રીતે હોઈ શકે….? લોકો બધું જ સમજે છે. તેને એ પણ કહ્યું કે દિલ્હી રાજ્યમાં કાયદો- વ્યવસ્થા કેન્દ્ર સરકારના હાથમાં છે. પોલીસ તેમની, કાયદા તંત્ર તેમનું એટલે શાહીબાગની મહિલાઓને સમજાવવાનું કામ પણ તેમનું છે….. પરંતુ હવે સમજાય છે કે તે આંદોલનકારી મહિલાઓને કેમ હટાવી નહીં….
કારણ દિલ્હી ચૂંટણીમાં ભાજપા પાસે કોઈ પણ એવો મુદ્દો ન હતો કે લોકો ભાજપાને મત આપે. એટલે શાહીનબાગ મુદ્દો ઉઠાવીને પ્રચાર કરવામાં હાવી થઈ ગયા….! પરંતુ દિલ્હીની પ્રજા સમજુ છે…જૂઠી વાતને સારી રીતે સમજે છે. એટલે ભાજપાને અને મોદી સરકારે સમજવાની જરૂર છે કે દેશના મૂળ જે પ્રશ્નો છે તે તરફ ધ્યાન આપે. તેને ઉકેલે તો પ્રજા તેની સાથે જ રહેશે. તો અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે ભાઈ અમે વિદ્યાર્થી છીએ. જો સરકાર સરકારી જાહેર સાહસો વેચી દેશ તો પછી સરકારી નોકરીઓ ક્યાંથી બચશે…? માટે સરકારી સાહસો વેચે નહીં… અને નીચેના સ્તરના લોકોને- કિસાનોને ખેત મજુરોને, નાના દુકાનદારોને મદદ કરો તો દેશ પ્રગતિ કરશે… બાકી… તો…. રામ રામ કરો….!
આવા સમયમાંજ ભાજપાને હેગડેનો લવારો ભારે પડી ગયો છે. હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંગ્રેજોના એજન્ટ કહ્યા.. તો દેશની આઝાદીની લડતને નાટક ગણાવતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અને ભાજપા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. ભાજપાના સાંસદ પરેશ વર્માએ લોકસભામાં સીએએ અંગે બોલતા કહ્યું હતું કે સીએએ કોઈ સંજોગોમાં પાછો નહીં ખેંચાય કારણકે આ રાજીવ ફિરોઝ ખાનની નહીં પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર છે. તેમ કહીને રાજીવ ગાંધીના પરિવારને મુસ્લિમ ગણાવી દીધો હતો.
હકીકતે ફિરોઝ ગાંધી પારસી હતા તે સૌ કોઈ જાણે છે અને વિરોધ પક્ષમા હતા. ઇન્દિરા ગાંધી સાથે તેમના લગ્ન થયા હતા. ફિરોઝ ગાંધી ભરૂચના હતા એટલે ઇન્દિરા ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા ત્યારે માથે સાડીનો પાલવ મૂકી રાખતા હતા જે ગુજરાતની પરંપરા છે. અને આ અંગે દેશભરમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. લોકો પૂછતા થઈ ગયા છે કે ભાજપા સરકાર આ દેશને કયા માર્ગે લઇ જવા માંગે છે…? શું દેશમાં કોમવાદ ઉભો કરવા માંગે છે…? એક લોકશાહી દેશ માટે આ વાત યોગ્ય નથી. ભાજપા તેની શિસ્ત ન ભુલે તે જરૂરી છે…. જય શ્રી રામ……!!
(જીએનએસ: હર્ષદ કામદાર)