કડીમાં CAAના સમર્થનમાં નિકળનાર રેલી ના પ્રચાર પ્રસાર અર્થે શહેરમાં બાઇક રેલી નીકળી

કડી માર્કેટ યાર્ડ ખાતે આગામી ૫ તારીખ એ CAA તથા NRCના સમર્થનમાં આયોજિત ભવ્ય રેલી ના ભાગરૂપે પ્રચાર પ્રસાર માટે કડીમાં બાઈક તથા ગાડી રેલી કરીને લોકને જાગૃત કરવામાં આવ્યા. કડીની રાષ્ટ્ હિત ચિંતક સમિતિના સભ્યો દ્વારા કડીના કરણનગર રોડ, નાની કડી, જકાતનાકા સહિતના વિસ્તારોમાં બુધવારના રોજ યોજાનાર રેલીના પ્રચાર પ્રસાર અને લોકોને રેલીમાં આમંત્રણ આપવા માટે બાઇક રેલી યોજી હતી. જેમાં પ્રકાશ પટેલ (રાજમોતી), આશિષ પટેલ (કડી એસપીજી પ્રમુખ) સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.