નિવૃત પ્રિન્સિપાલે આપઘાત કર્યો, બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાની આશંકા
અમરેલી,
રાજુલા પાસે આવેલા ધાતેશ્વર ઘાતરવડી ડેમ-૧માંથી નિવૃત પ્રિÂન્સપાલની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પ્રિÂન્સપાલનું નામ અરૂણ મહેતા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોÂસ્પટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.