સિલાઈ મશીનના કારખાનામાં બાળમજુરી કરાવતા કારખાનેદારની ધરપકડ
સુરત,
સચીન જીઆઇડીસી વિસ્તારના તિરૂપતી નગરમાં સિલાઈ મશીનના કારખાનામાં ક્રાઈમ બ્રાન્ચ, શ્રમ વિભાગ અને સોશ્યલ વર્કરની ટીમે દરોડા પાડી સતત ૧૨ કલાક સુધી મજૂરી કામ કરાવનાર કારખાનેદારની ધરપકડ કરી ૧૬ વર્ષની તરૂણીને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગ-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં કારખાનેદારો અને ઉદ્યોગકારો દ્વારા પોતાના ખિસ્સા ભરવા માટે માસૂમ બાળકો પાસે બિન્દાસ્તપણે કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે.
માસૂમ બાળકો પાસે કાળી મજૂરી કરાવનાર વિરૂધ્ધ માત્ર દેખાવ ખાતર કામગીરી કરાવવામાં આવી રહી હોવાથી માસૂમ બાળકોનું બાળપણ દોજખ બની રÌšં છે. જા કે ગત રોજ સરકારના ત્રણ વિભાગના શૂરાતન ચઢ્યું હતું અને ઉન વિસ્તારના તિરૂપતી દાતાર હોટલની પાછળ પ્લોટ નં. બી/૧૫ ના ત્રીજા માળે દરોડા પાડ્યા હતા. શહેર ક્રાઈમ બ્રાન્ચના મિસીંગ સેલ યુનિટ, ટાસ્ક ફોર્સ, સોશ્યલ વર્કરની ટીમ અને શ્રમ વિભાગની ટીમે સંયુક્ત રીતે પાડેલા દરોડામાં ઘરમાં જ સિલાઈ મશીનનું કારખાનું ચલાવતા સિદ્દીકી મોહમંદ અસલમ મોહમંદ મજીદને ત્યાંથી ૧૬ વર્ષની માસુમ બાળા કાળી મજૂરી કરતા મળી આવી હતી.
પોલીસ ટીમે માસૂમની હાથ ધરેલી પૂછપરછમાં સિદ્દીકી સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી સિલાઈ કામ ઉપરાંત પરચૂરણ કામ કરાવતો હતો અને રૂ. ૯ હજાર પગાર ચુકવતો હતો. પોલીસે સિદ્દીકી વિરૂધ્ધ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરવાની સાથે માસુમને કાઉન્સલીંગ માટે રાંદેર રોડ રામનગર સ્થિત ગર્લ્સ હોમમાં મોકલાવી હતી.