વિખુટી પડી ગયેલ અસ્થિર મગજની મહિલાને પોતાના પરિવારને સોંપતી જૂનાગઢ પોલીસ

બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર ના નામે પંડપીડાએ રઝળતા, દુઃખી, નિરાધાર, બિનવારસી માનવીઓની સેવા કરતી સંસ્થાના સંચાલક દિનેશભાઇ પીઠવા (M :- 9978095159)ને સુરેન્દ્રનગર પોલીસની 181 વાન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ગામ ખાતેથી અસ્થિર મગજની પ્રેગ્નેટ એક યુવતી મળી આવેલ હતી. જેની સારવાર તથા સંભાળ કરી, વ્યવસ્થિત વિશ્વાસમાં લઈને પૂછપરછ કરવામાં આવતા, આ યુવતીનું નામ માયાબેન હોવાનું અને તે જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ ધરાર નગર વિસ્તારમાં રહેતી હોવાની તેમજ તેની માતાનું નામ પુરીબેન અને પિતાનું નામ મનજીભાઈ સલાટ હોવાનું તેમજ પોતાને ત્રણ સંતાન તારા, પ્યારું અને પવન હોવાની વિગત જાણવા મળેલ હતી. મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાના સંચાલક દિનેશભાઇ પીઠવા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરી, વિગતો આપવામાં આવેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર જૂનાગઢ એ ડિવિઝનના પો.ઇન્સ. કે.કે.ઝાલા, પીએસઆઇ વિધિબેન ઉંજીયા તથા સ્ટાફના પો.કો. પ્રદ્યુમનસિંહ, વિપુલભાઈ, ચેતનસિંહ, વિક્રમભાઈ, મહિલા કોન્સ. સેજલબેન, સહિતના સ્ટાફને બગોદરા ખાતેથી આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થાના સંચાલક દિનેશભાઇ પીઠવા, બળવંતસિંહ રાણા, કાળુભાઇ ચાવડા, મુકેશભાઈ વિગેરેની સાથે બીલખા રોડ ધરાર નગર ખાતે મોકલી, તપાસ કરાવતા, મળી આવેલ યુવતી માયાબેનના પરિવારને શોધી કાઢવામાં આવેલ અને મળી આવેલ માયાબેનના પરિવારના ફૂલીબેન મનજીભાઈ સલાટ તથા કાળુભાઇ મનજીભાઈ સલાટને સોંપવામાં આવેલ હતી. અસ્થિર મગજની યુવતી પોતાના પરિવારના સભ્યોને મળતા, લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મળી આવેલ યુવતી માયાબેનના સ્વજનોએ માનવ સેવા સંસ્થા બગોદરાના દિનેશભાઈ લાઠીયા તથા તેમની ટીમ તેમજ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના કુટુંબના સભ્યોના ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.
ગુમ થયેલ માયાબેન અસ્થિર મગજની હોઈ, અવાર નવાર ઘર છોડીને જતી રહે છે અને અહિયાથી જૂનાગઢ ખાતેથી જ મળી પણ આવે છે. પણ આ વખતે ક્યાંક જતી રહેતા પરિવાર જનો દ્વારા ઘણી તપાસ કરવા છતાં મળી આવેલ ના હતી. જે ફરતા ફરતા વઢવાણ તાલુકાના કેરાળા ગામેથી 181 પોલીસ વાન ને મળી આવતા, તેઓએ બગોદરા માનવ સેવા આશ્રમના દિનેશભાઇ લાઠીયાનો સંપર્ક કરી, આશ્રમમાં મોકલી આપેલ હતી. સંસ્થા દ્વારા પોલીસનો સંપર્ક કરી, અસ્થિર મગજની યુવતીનું તેના પરિવારજનો સાથે મિલન કરાવેલ હતું. *બગોદરા માનવ સેવા આશ્રમના દિનેશભાઇ લાઠીયા તથા તેમની ટીમ દ્વારા પણ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)