બે કરોડનો વિદેશી દારૂનો નાશ કરતી જૂનાગઢ પોલીસ

પોલીસ વડા સૌરભ સિંગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવામાં આવ્યો. નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આજરોજ આશરે બે કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો.
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢના એસડીએમ શ્રી જે.એમ.રાવલ, મામલતદાર શ્રી એચ.વી.ચૌહાણ તથા ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક શ્રી એમ.બી.સોલંકી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એચ. કોરટ, કે.જે.પટેલ, ભવનાથ પીએસઆઇ પી.વી. ધોકડીયાની હાજરીમાં સુખપુર ગામની વડાલ રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે કરવામાં આવેલ હતી. આ કાર્યવાહીમાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. હુસેનભાઇ, નાથાભાઈ, વિરમભાઇ, હિતેશભાઈ, પો.કો. જૈતાભાઈ, સંજયસિંહ, તેમજ એસ. ડી.એમ કચેરીના અનીલભાઈ, વિશાલભાઈ, દિલુભાઈ, કિરીટભાઈ સહિતના સ્ટાફ દ્વારા નાસ કરવામાં આવ્યો.
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં *જૂનાગઢ પોલીસ સ્ટેશનના સને 2017 થી 2019 સુધીના કુલ 81 ગુન્હાની વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ બોટલો નંગ 65421 કિંમત રૂ. 1,97,81,675/- ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વડાલ રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ *સને 2017 થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો. છેલ્લા ત્રણ માસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા આશરે સાડા ત્રણ કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)