ટ્રમ્પ કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘેલુ ઘેલુ થયું…!!

અમેરીકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં આવવાના હોવાની વાત ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમની આસપાસ સુરક્ષિત માહોલ તૈયાર કરાઈ રહ્યો છે. હાઉડી મોદીની જેમ કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘેલુ ઘેલુ થઈ ગયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇ તંત્ર અલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં હાઉડી મોદી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમની શક્યતા સેવાઇ રહી છે.ત્યારેગT તંત્ર દ્વારા મોટેરા સ્ટેડિયમ આસપાસ રહેતા લોકોની નોંધણી શરૂ કરવામાં આવી છે.
લોકોના નામ, સરનામા અને ફોન નંબરની વિગતની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ સ્ટેડિયમના મેઇન ગેટથી અચેર સુધીના વિસ્તારમાં ચેકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જોકે હજુ ટ્રમ્પના ગુજરાત કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઇ નથી. સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આગામી 24 કે 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. તો કાર્યક્રમ ફાઇનલ થયા બાદ NSG સ્ટેડિયમનો કબજો મેળવશે. અમદાવાદમામ મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના સીધા ઉતરાણી સંભવાના સેવાઈ રહી છે. વળી તેમના સ્વાગત માટે બોલિવુડ સેલેબ્સનો સહારો લેવામાં આવે તેવી પણ ચર્ચા છે. જો કે આ અંગે હજુ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)