માણાવદરના નાકરા ગામના આર્મી જવાન નિવૃત થતા તેમનું સન્માન કરવામાં આવ્યું

- ગ્રામજનૉએ નિવૃત્ત આર્મી જવાનનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી
માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે સરહદોની દિવસ-રાત સુરક્ષા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા માણાવદર તાલુકાના નાકરા ગામના હિતેષભાઇ પૉપટભાઇ શિંગાળા પોતાના વતન પરત આવ્યા હતા. નાકરા ગામે આવી પહોંચતા તેમના સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે ડીજેના તાલે દેશ ભક્તિ ગીતોના ગાન સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રામજનો એ નિવૃત્ત આર્મી જવાનનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. આર્મી જવાન હિતેષભાઇ શિંગાળા એ જમ્મુ કાશ્મીર, પંજાબ, શ્રીનગર, ચાઇના બૉડર વગેરે જગ્યાએ ફરજ બજાવી હતી
રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)