લેઉવા-કડવા પટેલના લીડરોની પાટીદાર મહાપરિષદ માર્ચ 2020

સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ગુજરાતનાં હ્ર્દયસમાં રાજકોટ ખાતે પ્રથમ વખત લેઉવા અને કડવા પટેલના લીડરોની “પાટીદાર મહા પરિષદ” માર્ચ 2020, મા મળશે. આ અંગે સમસ્ત પાટીદાર સમાજનાં પ્રમુખ શ્રી મુકેશભાઇ મેરજા અને મહિલા પ્રમુખ ગીતાબેન પટેલની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ આ “પાટીદાર મહા પરિષદ” માં પાટીદાર સમાજનાં મહાનુભાવો, ઉઘોગપતિ, ભામાશાઓ, અધિકારીઓ, જાહેર ક્ષેત્રનાં લીડરો, આગેવાનો, સમાજની સંસ્થાનાં પ્રતીનીધીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, શિક્ષણ ક્ષેત્રનાં માંધાતાઓ, કોર્પોરેટ ક્ષેત્રનાં અનુભવીઓ, લેખકો, પત્રકારો, આઇટી ક્ષેત્રનાં નિષ્ણાંતો, ડોકટર્સ, એંજીનીયર, વકીલ, વૈગ્યાનીકો, ખેતીવાડી ઉત્પન બજાર સમીતી સાથે જોડાયેલ નેતાઓ, દુધ મંડળીના આગેવાનો, સરપંચ, મંત્રી, ગ્રામ પંચાયતનાં સભ્યો, રાજકીય આગેવાનો, સોસાયટીઓના પ્રમુખ, મંત્રી, પટેલ સમાજના કારોબારીના સભ્યો, મોટા એવોર્ડ મેળવનાર મહાનુભાવો, સમાજસેવકો, કોઇપણ સંસ્થાના હોદ્દેદારો, અને સમાજ માટે ચિંતીત એવા તમામ બુધ્ધીજીવીઓને આમંત્રણ આપી હાલના પટેલ સમાજનાં સામાજિક પ્રશ્નોના નિરાકરણ, એકતા, વિકાસ અને ઉત્કર્શ અને હાલ સમાજ સામે ઉભાથયેલા પડકારોના ઉપાયો સોધવા અને વિશાળ વસ્તી ધરાવતા સમાજ માટે જ્યારે અનેક પટેલોની સંસ્થાઓ સમાજસેવા કરી રહી છે. તેનુ એક પ્લેટફોર્મ ઉભુ કરી આ સેવાઓનો સમાજમાં વ્યાપ વધે અને વધુ ને વધુ લોકો સુધી પહોંચી સકાય તે માટે ચિંતનશિબીરમાં દરેકનાં મંતવ્યો ગ્રુપ વાઇજ મેળવી તેની સમીક્ષા કરી બધા શિબીઆર્થીઓ દ્વારા મળેલ નિષ્કર્ષનો એક અહેવાલ પ્રગટ કરી તમામ સમાજનાં મોભિઓ દ્વારા સમાજનાં નાનામાં નાનાં વ્યક્તિ સુધી પહોંચાડી સમાજની રૂઢી, રિતિ રિવાજો, અને અમુક બદીઓ, વ્યશન, ખોટાખર્ચ, વગેરે પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવશે, સાથે સાથે હાલના સમયમાં જરૂરી જીવનસૈલી અને સ્કીલ ડેવલોપમેંટ, બીજનેસ વિકાસ, ઉંચ્ચ અભ્યાસ, આપણી પરંપરાગત પધ્ધતીઓ માં ફેરફાર, ખેતીવાડી માં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય અને ખેડુતો ઓર્ગેનીક ખેતી કરતા થાય તેવી અવેરનેશને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે સાથે પાટીદાર સમાજ અન્ય સમાજો સાથે રહી સમરસતા દ્વારા એકતા થકી એક આદર્શ સર્વસમાજનું નિર્માણ કરી અને એકતા કરી શકી તેવું આયોજન કરવામાં આવશે.
પટેલ શબ્દ આમતો ધણી જ્ઞાતિઓમાં જ્ઞાતિનાં વડા માટે વપરાય છે, પરંતુ આપણે તો બધાજ જન્મથી જ પટેલ છીએ આપણો વિકાસ ખુબજ થયેલ છે. પરંતુ સાથે સાથે પાટીદાર કેપેસીટી બિલ્ડીંગ દ્વારા તમામ ક્ષેત્રે હરણફાળ ભરી શકે અને પટેલ સમાજમાં આજ પણ મહિલાઓને પુરતા પ્રમાણમાં પ્રતીનિધિત્વ મળતુ નથી માટે આ મહાપરીષદમાં આપણા બૌધીક લીડરો પાસેથી વિચાર વિમર્શનો મળનાર સંદેશ સમાજનાં તમામ પાટીદારો સુધી પહોંચાડી અને પાટીદારોની વિકાસ ગાથામાં સહયોગીબની અને અન્ય જ્ઞાતીઓને પણ સાથે રાખી સર્વ જ્ઞાતીઓનું મહામંચ કુટુંબ જેવા સમાજનું રાષ્ટ્રીય લેવલે નિર્માણ કરીએ. સમાજના વધુમાં વધુ લોકો એકતા થી સમાજ ઉત્કર્ષ માટે જોડાય આ સંદેશ પહોંચાડવા વધુમાં વધુ લોકો સાથે આ માહિતી શેર કરવા વિનંતિ આ કાર્યમાં સમસ્ત પાટીદાર સમાજની મેનેજીંગ કમીટી મુકેશભાઈ મેરજા. નાથાભાઇ કાલરીયા. ગીતાબેન પટેલ. વિભાબેન પટેલ. ચંદુભાઇ વિરાણી. વલ્લભભાઇ કટારીયા. ગોવીંદભાઇ વરમોરા. અને શૈલેસભાઇ ગોવાણી. જહેમત ઉઠાવી રહ્યા છે. સમસ્ત પાટીદાર સમાજ. ૩ ગંગા જમુના સરસ્વતી ટાવર. યુનિ. રોડ. રાજકોટ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)