દિયોદરના સણાદર ગામે પરમ પૂજ્ય શ્રી કૃષ્ણાનંદગીરી બાપુની ગુરૂ મૂર્તિ એવમ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ

દિયોદર તાલુકાનું સણાદર ગામ જેની મીની અંબાજી તરીકે ઓળખવામાં આવે છે આ મીની અંબાજીમાં પ્રાણ પૂરી જગવિખ્યાત કરાવનાર 1008 મહામંડલેશ્વર ક્રિષ્નાનંદગીરી બાપુની ગુરુમૂર્તિ એવમ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. મીની અંબાજી ધામમાં ભાદરવી પૂનમના દિવસે વિશાળ સંખ્યામાં ભક્તજનો દર્શના માટે આવે છે.પૂજ્ય બાપુ કરશન ભગતના હુલામણા નામથી પ્રખ્યાત પામેલા કૃષ્ણાનંદ ગિરિબાપુએ અંબાજી આશ્રમ સણાદરમાં જિલ્લાના અગત્યના ધાર્મિક સ્થળોનું સ્થાન અપાયા બાદ બાપુ દેવલોક પામતા તેમની સ્મૃતિમાં સણાદર ના મધ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કરી તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
જોકે આ કાર્યક્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ દિયોદર ત્રણ રસ્તા થી સણાદર સુધી શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મંત્રોચ્ચાર વચ્ચે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.સંતવાણી ડાયરા પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સણાદર આશ્રમના મહંત શ્રી અંકુશ ગિરિબાપુએ જણાવ્યું હતું કે બાપુ લોકોના હૃદયમાં આજે જીવંત છે એનો પુરાવો છે.
રઘુભાઈ નાઈ (દિયોદર)