વડોદરામાં રાજ્યકક્ષાના ૪૯મા ફળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શન-હરિફાઈનુ આયોજન

વડોદરામાં રાજ્યકક્ષાના ૪૯મા ફળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શન-હરિફાઈનુ આયોજન
Spread the love

વડોદરા,
ભાતભાતની વેણીઓ અને વરવધૂના હાર પ્રદર્શનમાં મૂકાશે

ચાર દિવસીય પ્રદર્શનનું આગામી તા.૧૪મીથી પ્રારંભ પૂણે, બેંગલોર, કોચિન સહિતના શહેરોની નર્સરોઓ પ્રદર્શનમાં લેશે ભાગ

શહેરના એલેમ્બિક ગરબા ગ્રાઉન્ડ ખાતે રાજ્યના બાગાયત ખાતા અને બરોડા એગ્રી-હોર્ટિકલ્ચર કમિટિના સયુંક્ત ઉપક્રમે આગામી તા.૧૪ થી ૧૭ સુધી રાજ્યકક્ષાના ૪૯મા ફૂળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શન-હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વવિધ જાતના ફૂલો, ફળો શાકભાજી અને બોન્સાઈના નમૂના પ્રદર્શિત કરવામાં આવશે અને ૭૭થી વધુ વિવિધ જાતના ફૂલ, છોડ, બાગાયતી ઓજારોના સ્ટોલ ગોઠવવામાં આવશે. આ પ્રદર્શનનનું શુભારંભ તા.૧૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યાય કરાવશે અને કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં સાંજે ૫.૩૦ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.

બરોડા એગ્રી-હોર્ટીકલ્ચર કમિટિના વાઈસ ચેયરમેન શ્રી વાય.એમ. રાણાએ જણાવ્યું કે, ફૂળ-ફૂલ, શાકભાજી અને બોન્સાઈ પ્રદર્શનમાં રાજ્યના ૧૪ જિલ્લાના નર્સરીઓ ઉપરાંત પૂણે, બેંગલોર, કોચિન સહિતની શહેરોની નર્સરોઓ આ પ્રદર્શનમાં ફૂલ-છોડ પ્રદર્શિત કરશે. બાગાયત સાથે સંબંધિત ઓજારો, ચીકુ, દાડમ વગેરે ફળોના જ્યૂસ, વિવિધ પ્રકારના સલાડ ડેકોરેશનનું નિદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનનું એક્ઝોટીક ફ્લાવરનું ખાસ આકર્ષણ રહેશે. તેમજ વેણી, વરવધૂના હારનું પ્રદર્શન અને તેને વ્યાવસાયિક રીતે સફળ બનાવવા માટે માર્ગદર્શન પણ આવશે. વધુમાં શ્રી રાણાએ વડોદરાના નગરજનોને આ પ્રદર્શન-હરિફાઈનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!