ડેસરના મેરાકુવાના ઓમકારસિંહ પરમારને પાસા હેઠળ પાલારા (ભૂજ)ની ખાસ જેલમાં ધકેલાયો
વડોદરા,
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડેસરના મેરાકુવા ગામના ઓમકારસિંહ રંગીતસિહ પરમારને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા-૧૯૮૫ હેઠળની જોગવાઈને આધિન પાલારા (ભુજ) ખાતેની ખાસ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ઓમકારસિંહ પરમાર ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે ગેરકાયદેસર રીતે હેર-ફેર કરવા અને સંગ્રહ કરવાની અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. તેની પાસેથી રૂા. ૨૫,૫૦૦ની કિંમતનો, ૨૫૫-નંગ વિેદેશી દારૂ (પ્લાસ્ટિકના ક્વાટરીયા) મળી આવ્યા હતા. તેમજ બે જ મહિના જેવા ગાળા બાદ ફરી વખત રૂા.૨૮,૮૦૦ની કિંમતનો ૨૫૫-નંગ (પ્લાસ્ટિકના ક્વાટરીયા) વિદેશી દારૂના મળી આવ્યા હતા. જેથી તેની આ ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાને રાખી પોલીસ અધિક્ષકશ્રી વડોદરા ગ્રામ્યએ કરેલી દરખાસ્તને માન્ય રાખી કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે પાસા હેઠળ પાલારા (ભૂજ)ની ખાસ જેલ ખાતે ધકેલી દીધો છે.