નીરજ સોલંકીએ છઠ્ઠી નોર્થ ઇન્ડિયા અંડર-૧૪ કબડ્ડી ચેમ્પિયનશીપમાં વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો
વડોદરા,
છઠ્ઠી નોર્થ ઇન્ડિયા અંડર-૧૪ કબડ્ડી ચેમ્પિયનશીપ શિમલા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં આઇટીઆઇ દશરથમાં ફિટર ટ્રેડના તાલીમાર્થી નીરજ રમણભાઇ સોલંકીએ ભાગ લીધો હતો, તેઓ વિજેતા થતાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હવે તેઓ ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે. તે વિજેતા થાય અને આઇટીઆઇ દશરથ, ગુજરાત રાજય અને ભારત રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ વડોદરાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.