જીએસએફસી દ્વારા આઇટીઆઇ દશરથ ખાતે ૧૭ વૃક્ષોનું સફળ રિપ્લાન્ટેશન
વડોદરા,
આઇટીઆઇ દશરથ ખાતે મોડલ આઇટીઆઇના બાંધકામની સાઇટ પર ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી) વડોદરા દ્વારા કુલ ૧૭ જેટલા વૃક્ષોનું સંસ્થાની જ ખુલ્લી જગ્યા પર અદ્યતન ટેકનોલોજી મશીન દ્વારા સફળ રિપ્લાન્ટેશન કરવામાં આવ્યું. જીએસએફસીના મેનેજમેન્ટનો આઇટીઆઇ દશરથના અધિકારી-કર્મચારીશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પુનઃસ્થાપિત વૃક્ષોને તેમની મૂળ અવસ્થામાં રાખવા આઇટીઆઇ દશરથના અધિકારી, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.