શહિદ મહંમદ આરીફના માતાપિતાને રાજય સરકાર વતી જિલ્લા કલેકટરે સહાયતાના ચેક અર્પણ કર્યા

વડોદરા,
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે શહિદ જવાન મહંમદ આરીફના માતાપિતાને મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળમાંથી સહાયતા તેમજ રાજય સરકારે તા.૧લી ઑક્ટોબર-૨૦૧૯થી મંજૂર કરેલી માસિક સહાયની એકત્રિત રકમ મળીને ચેક દ્વારા રૂ.૫૬ હજારની સહાયતા રાશિ અર્પણ કરી હતી.
આ પૈકી રૂ.૫૦ હજારની રકમ મુખ્યમંત્રી જવાન રાહત ફંડમાંથી આપવામાં આવી છે જ્યારે તેના માતા અને પિતાને માસિક સહાયતાની એકત્રિત રકમ તરીકે રૂ.૬ હજારની સહાય ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે શહિદ જવાનના માતાપિતા જીવે ત્યાં સુધી દર મહિને,પ્રત્યેકને રૂ.૫૦૦ પ્રમાણે માસિક સહાય ચૂકવવાનો આદેશ કર્યો છે. આમ, માતાપિતાને માસિક એકત્રિત રૂ.૧,૦૦૦ ની સહાય મળશે.