ઈ.ગુજકોપ પોજેકટમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી આરોપીની પાસા કરતા રાજકોટ પોલીસ કમિશનર

ઈ.ગુજકોપ પોજેકટમાં ગુનાહિત ઈતિહાસ ચેક કરી આરોપીની પાસા કરતા રાજકોટ પોલીસ કમિશનર
Spread the love

ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી મારામારી કરવાના અનેક ગુનાઓ કરવમાં સંડોવાયેલા તેમજ એકાદ વર્ષ પહેલા ધમૅજીવન સોસાયટીમાં એક યુવતીનું છરી મારી મોઢુ બગાડવાના ગુનામાં કાવતરા ખોર તરીકે સંડોવણી ખુલવા પામેલ તેમજ તાજેતરમાં ધંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટરમાં મારામારી કરવાના ગુનામાં પકડાયેલા આરોપીની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવેલ. આવા ગુનાઓ કરતા ઈસમો ઉપર અંકુશ રહે તેમાટે રાજકોટ પોલીસ કમિશનર સાહેબશ્રી મનોજ અગ્રવાલ તથા ખુરશીદઅહેમદ સાહેબ તથા રવિ મોહન સૈની સાહેબ તથા આર.એસ.ટંડેલ સાહેબ ના માર્ગદર્શન મુજબ આરોપીની પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ છે.

પાસા અટકાયતી
જમાલ અબ્દુલભાઈ મેતર. જાતે.ધાંચી ઉ.૩૩ રહે. રેલનગર સુભાષચંદ્ર ટાઉનશીપ. પોપટપરા રાજકોટ.
વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા એસ.એન.ગડુ તથા પી.બી.જેબલીયા તથા નિલેશભાઈ મકવાણા તથા ધનશયામભાઈ મેણીયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા વાલજીભાઈ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા હાદિક પીપળીયા.

 

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!