રાજપીપળા સ્ટેટ બેંક પાસે સ્ટેશન રોડ પર ગટરનું ગંદુ પાણી સરેઆમવહી રહ્યું છે…!

રાજપીપળા સ્ટેટ બેંક પાસે સ્ટેશન રોડ પર ગટરનું ગંદુ પાણી સરેઆમવહી રહ્યું છે…!
Spread the love
  • ગટર ભરાઈ ગઈ હોવાથી ગટરની સફાઇ કરાતી ન હોવાથી ગટર ઉભરાતા રોડ પણ વહેતા ગંદા પાણીના વરવા દ્રશ્યો.
  • બેંક ઓફ બરોડા પાસે પણ ગટરોનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે, ગંદા પાણીમાં વાહનચાલકોને વાહનો પાર્કીંગ કરવામાં મુશ્કેલી.
  • નિયમિત નગરપાલિકા દ્વારા ગટર સાફ કરવાની માંગ રોગચાળાની દહેશત.
  • મચ્છરોનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવાની પણ દહેશત.

રાજપીપળા નગરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ઉભરાતી ગટરોની ગંદુ પાણી ગટરમાંથી બહાર આવીને સરેઆમ રોડ ઉપર આવી જતા નગરના મુખ્યમાર્ગો પરથી વહેતી ગંગાના વરવા દ્રશ્યો નગરજનોમાં શરમ આવી રહ્યા છે. જેમાં રાજપીપલા સ્ટેટ બેંક પાસે સ્ટેશન રોડ પર ગટરનું પાણી સરેઆમ ઉભરાઈ ને રોડ પર ગંગા વહી રહી છે આ ઘટના ગંદા પાણીથી રોડ નદી પટમાં ફેરવાઈ ગયો છે આ ફૂટપાથ પર દુકાનો લાગી છે જેને ખરીદવા ગ્રાહકોને ગટરના ગંદા પાણી માંથી પસાર થવું પડે છે અને ખરાબ વાત મારે તેવી દુર્ગંધ મારે છે, ગટર ઉભરાઇ ગઇ હોવાથી ગટરની નિયમિત સફાઈ કરાતી ન હોવાથી ગટર ઉભરાતા રોડ પર ગંદાપાણીના ભરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

એ જ પ્રમાણે બેંક ઓફ બરોડા પાસે પણ ગટરોનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે, ગંદા પાણીમાં વાહન ચાલકો વાહનો પાર્કીંગ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં ખાણીપીણીની લારીઓ ઓપન આવેલી છે, ત્યાં લોકો જતા અચકાય છે આજુબાજુના દુકાનદારો પણ ખરાબ વાસ દુર્ગંધથી પરેશાન છે. નિયમિત નગરપાલિકા દ્વારા ગટરો સાફ થતી ન હોવાથી ગટરો ઉભરાઈ છે, તેને નિયમિત સાફ સફાઈ કરવાની લોકોએ માંગ કરી છે, નહીં તો ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત પણ છે. જેને કારણે અહીં મચ્છરોનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવાની પણ દહેશત હોવાથી ગામમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલાં ગામની તમામ ગટરોની નિયમિત સફાઈ નગરપાલિકાના સફાઈ કામદારો કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

 

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!