સરકારે અમદાવાદની બે ડ્રાફ્ટ અને બે ફાઈનલ સહિત ૭ ટીપી મંજૂર કરી
અમદાવાદ,
રાજ્ય સરકારે વધુ ૭ ટીપી મંજૂર કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૨૦ના પ્રથમ બે માસમાં જ ૭ ટીપી અને ૧ ફાઈનલ ડીપી યોજનાઓ તેમજ વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ-૮ યોજના મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ અમદાવાદની ૨ ડ્રાફ્ટ ટીપી તથા ૨ ફાઈનલ ટીપી તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમિનરી ટીપી મળી કુલ ૭ તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં અંતિમ મંજૂરી આપી છે. તેમણે અમદાવાદની ૨ ડ્રાફ્ટ ટીપી સ્કીમ ૪૧૮ (ગામડી-રોપડા) તેમજ ટીપી ૧૫૨ (સાંતેજ-રકનપુર) અને ફાઈનલ ટીપી સ્કીમ ૫૩(બી) શીલજ અને ૧૦૩(નિકોલ)ને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ લાંબા સમયથી અટવાયેલી મહેસાણાની પ્રિલિમિનરી ટીપી સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમિનરી ૮૮ (વટવા-૨) તથા ભાવનગર શહેરની ટીપી સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજૂરી કરી છે. મુખ્યમંત્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા અમદાવાદની ૨ ડ્રાફ્ટ ટીપી સ્કીમ ૪૧૮ અને ૧૫૨ મંજૂર કરી છે, પરિણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં પણ સુઆયોજીત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રચર ફેસેલિટીઝનો લાભ મળશે.