સેન્ટરો કારમાં ઇગ્લીશ દારૂની બોટલો સાથે બે ઇસમોને પકડી પાડતી ભક્તિનગર પોલીસ

ભકિતનગર પોલીસ સ્ટેશન ડી.સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર મહેનદ્રસિંહ ડોડીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા નાઓને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે સાધના સોસાયટી મેઈન રોડ શુભમ સ્કુલ પાસેથી સેન્ટો કાર ઇગ્લીશ દારૂ ભરીને નિકળવાની હોય. જે આધારે સ્ટાફના માણસો વોચ ગોઠવી હતી. તે દરમિયાન સેન્ટો કાર માંથી બે ઇસમોને ઇગ્લીશ દારૂની બોટલો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી
૧. સમીર આમદભાઈ જુણેજા. ઉ.૨૦ રહે. આનંદનગર બ્લોક. ૬ રૂમનં.૬૯ રાજકોટ.
૨. રક્ષીત રાજેશભાઈ પરમાર. ઉ.૨૫ રહે. મારૂતીનગર શેરી.૨ કોઠારીયા રોડ રાજકોટ.
મુદામાલ
ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો કુલ.૫૧ કિ.૨૫.૫૦૦ તથા સેન્ટો કાર નં. GJ-18-AB-6801 કિ.૬૦.૦૦૦નો મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર વિ.કે.ગઢવી તથા પી.બી.જેબલીયા તથા વિક્રમભાઈ ગમારા તથા મહેનદ્રસિંહ ડોડીયા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા વાલજીભાઈ જાડા તથા ભાવેશભાઇ મકવાણા તથા વિશાલભાઈ બસીયા તથા રાજેશભાઈ ગઢવી તથા હિતેશભાઈ અગ્રાવત.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)