આહવા ખાતે ૧૫ ફેબ્રુઆરીએ આશા ફેસીલીટેટર બહેનોનું સંમેલન યોજાશે
આહવા,
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ દરબાર હોલ) ખાતે તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે ડાંગ જિલ્લા પંચાયત અને આરોગ્ય શાખા આહવા ના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત આશા-આશા ફેસીલીટેટર બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેઓના કૌશલ્યવર્ધન માટે આશા સંમેલન યોજાશે. આ કાર્યક્રમના ઉદ્ધારટક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન આર.ચૌધરી,મુખ્ય મહેમાનો કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા,જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી હરીશભાઇ પી.બચ્છાવ,અતિથિ વિશેષ જિ.પં.આરોગ્ય સમિીત અધ્યક્ષ ભાગવતભાઇ એમ.દેશમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ શ્રીમતિ સંમતિબેન વી.પટેલ ઉપસ્થિત રહેશે.