દાંતાના જેતવાસ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ પોતાની દીકરીનો જન્મદિવસ પોતાની જ શાળાના આદિવાસી બાળકોને જમણવાર આપી ઉજવણી કરી….

દાંતા તાલુકો મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અહીં મોટાભાગના ગામોમાં આદિવાસી વસ્તીના બાળકો સરકારી શાળા માં અભ્યાસ કરે છે યાત્રાધામ અંબાજીથી ત્રણ કિમિ દૂર આવેલ જેતવાસ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડિમ્પલબેન પંડ્યા નામના શિક્ષિકાની દીકરીનો આજે જન્મ દિવસ હતો. આ જન્મ દિવસની ઉજવણી આ શિક્ષિકાએ પોતાની જ શાળાના બાળકોને મિષ્ઠાન સાથેનું ભોજન આપ્યું હતું આ ભોજન આરોગી બાળકો ખુશ થતા નજરે પડ્યા હતા અને શિક્ષિકા એ પણ પોતાની દીકરીનો આ રીતે જન્મ દિવસ ઉજવી આનંદ અનુભવ્યો હતો.
અમિત પટેલ (અંબાજી)