રાજપીપળા કોમર્સ કોલેજમાં વેલકમ ડે, સાડી ડે, ગરબા ડે, સ્પોર્ટસ ડેની ઉજવણી

રાજપીપળા કોમર્સ કોલેજમાં વેલકમ ડે, સાડી ડે, ગરબા ડે, સ્પોર્ટસ ડેની ઉજવણી
Spread the love
  • વેલકમ ડેમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ તથા પ્રધ્યાપકોનું ચોકલેટ આપી વેલકમ કરી આવકારકની ભાવના ઉજાગર કરી.
  • આજે ગરબા ડે ઉજવી કરી ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા અને ઉજાગર કરવા કોલેજના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા.

રાજપીપળા રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજમાં વિવિધ પ્રકાર ના ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વેલકમ ડે, સાડી ડે અને ગરબા ડે, પિકનિક ડે, સ્પોટસ ડે વગેરેની ઉજવણી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડો શૈલેન્દ્રસિંહ માંગરોલા ના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે કોલેજમાં વિદ્યાર્થીઓ ફેશન પરેડ અને મોજ મજા કરતા હોય છે, પણ અમારી કોલેજમાં સંસ્કૃતિ અને વારસાનું જતન થાય તે માટે વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો ઉજવાય છે. આ વર્ષે અમે વિવિધ દેની ઉજવણી કરવામાં આવી છે દરેક ડેની ઉજવણી પાછળ ખાસ મેસેજ આપે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જતન કરતા થાય તે રહેલો છે. સાડી ડે ભરતીય નારીનું આભૂષણ છે, તેમાં વિવિધ પ્રકારની સાડી વિદ્યાર્થીની બહેનોએ પરિધાન કરી હતી.

વેલકમ ડેના દિવસે વિદ્યાર્થિઓએ પ્રિન્સિપાલ તથા રાજ્ય કોનું ચોકલેટ આપી વેલકમ કરી આવકારની ભાવના ઉજાગર કરી હતી, જ્યારે પિકનિક ડે બહાર ખોટા ખર્ચા ન કરતાં પ્રવાસનો સાચો આનંદ માણી શકે અને વિદ્યાર્થીઓમાં સંગ ભાવના વિકસે તે માટે દરેક વિદ્યાર્થીનીઓ ઘરેથી ટિફિન લાવી સાથે મળીને સમૂહમાં ઉજાણી કરી સાચા અર્થમાં પરિવાર એક પાર્ટી ઊજવી હતી, જ્યારે આજે કોમર્સ કોલેજમાં ગરબા ડે ઉજવાયો હતો જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને ગરબા અને ઉજાગર કરવા કોલેજના પ્રાંગણમાં અને વિદ્યાર્થીનીઓ સાથે મળીને ગરબે ઘૂમ્યા હતા. આવતીકાલે વેલેન્ટાઈન્સ ડેના દિવસે સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. રત્નસિંહ મહિડાની પ્રતિમાને અને કોલેજના ગુરુજી, પ્રધ્યાપકોને ગુલાબના ફૂલો આપી ગુરુજીને વંદન કરી ગુરુ વંદના કરી સાચું વેલેન્ટાઈન ડે ઉજવશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!