શ્રી દંઢાવ્ય છાછઠ પ્રજાપતિ સમાજ આંબલીયાસણનો 29મો સમૂહલગ્ન સમારંભ

શ્રી દંઢાવ્ય છાછઠ પ્રજાપતિ સમાજ આંબલીયાસણનો 29 મો સમૂહ લગ્ન સમારંભ સમાજની વાડી આંબલિયાસણ મુકામે યોજાઇ ગયો. આ પ્રસંગે સમાજના પ્રમુખશ્રી નારણભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી શ્રી કનુભાઈ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં કારોબારી મિત્રો તથા પૂર્વ પ્રમુખશ્રીઓ તથા પ્રજાપતિ બંધુઓ અને્ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત હતા. સમાજના 29 મા સમૂહ લગ્નના સંપૂર્ણ ભોજન દાતા રાજપુર હાલ ગાંધીનગરના શ્રીમતી કોકીલાબેન કાલિદાસ પ્રજાપતિનુ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
સમાજના આ સમૂહં લગ્ન સમારંભમાં 27 નવયુગલો પ્રભુતામા પગલાં માંડશે.આ સમારંભમાં બાર હજારની મેદની હાજર રહેલ હતી અને આ પ્રસંગે સૌને સમાજના વિવિધ વિકાસની કામગીરીમા સહકાર આપવા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આહવાન કરવામાં આવેલ હતું. આ સંપૂર્ણ માહિતી શ્રી દંઢાવ્ય છાછઠ પ્રજાપતિ સમાજ આંબલીયાસણના ઉપપ્રમુખ અને્ સમૂહ લગ્નના ભોજન દાતા કે પી પ્રજાપતિએ અખબારી યાદીમાં જણાવેલ છે.