થરાદ ખાતે કૃષિ મહાવિદ્યાલયનું લોકાર્પણ તેમજ પંપીગ સ્ટેશનની કામગીરીનો શુભારંભ

થરાદમાં બનેલી અધતન સુવિધાથી યુકત કૃષિ મહાવિદ્યાલયનું લોકાર્પણ તેમજ થરાદ સીપું પાઈપલાઈન યોજના અંતર્ગત મહાજનપુરા પંપીગ સ્ટેશનની કામગીરીનો શુભારંભ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો, કૃષિ મહાવિધાલય સંકુલનું લોકાપર્ણ તેમજ પંપીગ સ્ટેશનની કામગીરીના શ્રીગણેશ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પરષોતમભાઈ રૂપાલા તેમજ યુનિર્વિસટીના કુલપતિ આર.કે. પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કર્યા બાદ કુલપતિ ડૉક્ટર આર.કે. પટેલે સૌ ઉપસ્થિત મહાનુભાવો તેમજ મહેમાન લોકોનું સ્વાગત પ્રવચન કર્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ તમામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ માને છે કે ખેડૂત સમૃદ્ધ તો ખેતી સમૃદ્ધ હશે માટે ગામડું સમૃદ્ધ હશે તો જ શહેરમાં પૈસો આવશે તો દેશ સમૃદ્ધ બનશે, વધુમાં મુખ્યમંત્રીએ ભૂતકાળના શાસકો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કમનસીબે ભૂતકાળના શાસકોએ ખેડૂત અને ખેતી બંનેની અવગણના કરી જગતનો તાત રોવે દિન રાત આ વાત ભૂતકાળમાં બની ગયેલા શાસકોના પાપે થઈ અને ખેડૂત આત્મહત્યા તરફ પ્રેરાણો હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વખતે માવઠામાં સરકારે દરેકના ખાતામાં 13600 રૂપિયા જમા કરવાનો નિર્ણય લીધો હતો, તેમજ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સન્માન યોજના અંતર્ગત 6000 રુપિયા આપયા એ ખેડૂતોને ઓછા પડ્યા છે એનું કારણ છે કે પૂર વખતે ખુબ પૈસા આપ્યા એટલે હવે ખેડૂતોને પૈસા ઓછા દેખાયા હોવાની વાતને સ્પષ્ટતા કરી ખેડૂતો સમક્ષ દાખવી હતી. કાર્યક્રમની આભારવિધિ કૃષિ મહાવિધાલય થરાદના પ્રિન્સીપાલ ડૉક્ટર આર.એલ. મીનાએ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો, તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, બનાસકાંઠા સાંસદ, ડીસાના ધારાસભ્ય, કૃષિ અને ખેડૂત કલ્યાણના મંત્રી, યુનિવર્સિટી કુલપતિ, થરાદ મહાવિધાલય પ્રિન્સીપાલ સહિત યુનિર્વિસટીના વિધાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ