ચોકડી ગામે પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞ યોજાયો

- સર્વ રોગ નિદાન , બ્લડ ડોનેશન અને પાંચ ગામ વચ્ચે એમ્યુબ્યુલન્સનું લોકાર્પણ
ચુડા તાલુકાના ચોકડી ગામે પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ , બલ્ડ ડોનેશન અને પાંચ ગામ વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એબ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ચુડા તાલુકાના અંતરીયાળ ગામોમાં વસતા લોકોનું આરોગ્ય અને બાળકો ને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હંમેશા પ્રયત્નશીલ રહેતા પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દારા ગત તા. ૧૬ ના રોજ લીંબડી મોટા મંદીરના મહંત લાલદાસ બાપુ અને છલાળા અમરધામ મહંત જનકસિંહના અધ્યક્ષ સ્થાને ચોકડી ગામની પ્રાથમિક શાળા ખાતે સેવા યજ્ઞ યોજાયો હતો .
આ કાર્યક્રમમાં ચોકડી, વેળાવદર, ભાણેજડા, કોરડા, સમઢીયાળા અને નાની અને મોટી મોરવાડના લોકોને ઈમરજન્સી એમ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ચોકડી પીએચસી, લીંબડી આંખ વિભાગની ટીમ દ્વારા ૪૮૩ લોકોને તપાસણી કરી જરૂરી મફત દવાઓનું વિતરણ અને થેલેસેમીયા પીડીત દર્દીઓ માટે રક્તદાન કેમ્પમાં ૩૬ રકતની બોટલો ડોનેટ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહાવિરસિંહ સીંધવ દ્વારા શાળામાં અભ્યાસ કરતા ૧૩૭૫ બાળકોને ભાગવત ગીતા ગ્રંથનું વિતરણ કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ચોકડી ગામના કોઈ પણ પરીવારની આર્થિક પરીસ્થિતિ સારી ન હોવાના કારણે બાળકો શિક્ષણની વંચીત રહેતા હોય તેવા દરેક બાળકો જયા સુધી અભ્યાસ કરશે ત્યા સુધીનો તમામ ખર્ચ પરીવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું .
રિપોર્ટ : દીપકસિંહ વાઘેલા (લીંબડી)