રાજકોટ શહેર પ્રદ્યુમનપાર્કમાં આજે દીપડો ઘુસી ગયાની ઘટના બની

રાજકોટ શહેરના પ્રદ્યુમનપાર્ક માં આજે દીપડો ઘુસી ગયાની ઘટના બની છે. આ ઘટહનાને પગલે સૌથી પહેલા પાર્ક બંધ કરી દેવામાં આવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રિના સમયે પાર્કમાં બહારથી દીપડો ઘુસી ગયો છે. આ દીપડાએ પાર્કમાં એક હરણનું મારણ પણ કર્યું છે. આ વાતની જાણ થતાં જ સુરક્ષાના ભાગરુપે પાર્કને બંધ કરી દેવામાં આવ્યું છે.
મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રભરમાં અનેક સ્થળે દીપડો શહેરી વિસ્તારમાં ધુસ્યાની ઘટનાઓ બની રહી છે. તેવામાં ચિંતાની વાત એ પણ છે. કે હવે દીપડો રાજકોટ શહેરમાં અને તેમાં પણ પ્રદ્યુમનપાર્કમાં ઘુસી ચુક્યો છે. અને પાર્કમાં રાખેલા પ્રાણીનું મારણ કરી ચુક્યો છે. આ દીપડાને પાંજરે પુરવા તંત્રે કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)