મા અંબાનું ધામ અંબાજી આવનારા દિવસોમાં નગરપાલિકા ધામ તરીકે ઓળખાશે

ગુજરાતનો સૌથી પછાત તાલુકો દાતા અંતરિયાળ અને પહાડી વિસ્તારના કારણે આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ દેશ આઝાદ થયા બાદ પણ ઠેર ની ઠેર રહી છે, અંબાજી ગ્રામ પંચાયત દાંતા તાલુકામાં આવેલી છે આ ધામમાં ભાદરવી મહા મેળો ,નવરાત્રિના પર્વ થી લઈ આખું વર્ષ દરમિયાન માઇભકતો આ ધામ મા આવતા હોય છે, અંબાજી ગ્રામ પંચાયત ની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે આ ગ્રામ પંચાયતમાં હાલમાં પણ સફાઈ કર્મીઓના પગાર અને ગ્રામ પંચાયત સ્ટાફ ના પગાર સમયસર થતા નથી અને અંબાજીની સ્થાનિક સમસ્યાઓ આજે પણ ઠેર ની ઠેર રહેતા અંબાજી ના લોકો ભારે હેરાન પરેશાન થઇ ગયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા અંબાજી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રજૂઆત કરવા જતા ગ્રામસભા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી પરંતુ અંબાજીના યુવા જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી અંબાજી ગામ ને ગ્રામ પંચાયતથી નગરપાલિકા બનાવવા માટે આપણું અંબાજી ગ્રુપમાં સુનિલ બ્રહ્મભટ્ટ ની આગેવાનીમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આજે અંબાજીના જાગૃત નાગરિકો ખોડી વડલી સર્કલથી ૫૦૦ કરતા વધુ ગ્રામજનોનું સહી સાથેનું આવેદનપત્ર અંબાજી ગ્રામ પંચાયતને મિટિંગ શરૂ કર્યા પહેલા આપવામાં આવ્યું હતું.
અંબાજી ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ રામ અવતાર અગ્રવાલ, અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી સહિત તમામ18 સભ્યોએ આજે અંબાજી ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા માટે ઠરાવ પાસ કર્યો હતો આમ આજે અંબાજીમાં હોળી દિવાળી બંને પર્વ અંબાજી ગ્રામ પંચાયતમાં ઉત્સવ રૂપે જોવા મળ્યા હતા અંબાજી ગ્રામ પંચાયતની મિટિંગમાં ઠરાવ પાસ થતા ઢોલ નગારા સાથે લોકોએ તેને વધાવી લીધો હતો.
અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ રામ અવતાર અગ્રવાલ અંબાજીમાં સૌથી વધારે સમય સુધી સરપંચ રહેવાનો રેકોર્ડ ધરાવે છે અને આજે પણ તેમના દ્વારા અને તમામ સભ્યો દ્વારા અંબાજી ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવા માટે ઠરાવ મંજૂર કરતા આજનો દિવસ અંબાજી વાસીઓ માટે સુવણ દિવસ તરીકે ઓળખાશે, અંબાજી મા શિવરાત્રી નામ પહેલા અને હોળીના પર્વ પહેલા દિવાળી આવી ગઈ હતી અને તમામ લોકો નગરપાલિકા ના આ નિર્ણયથી ખૂબ ખુશ થયા હતા.
અમિત પટેલ (અંબાજી)