શિવજી કી સવારી વડોદરા શહેરનો સહિયારો ઉત્સવ બની ગઈ છે: મેયર

શિવજી કી સવારી વડોદરા શહેરનો સહિયારો ઉત્સવ બની ગઈ છે: મેયર
Spread the love

વડોદરા
દર મહા શિવરાત્રિએ યોજાતી શિવજી કી સવારી એ વડોદરા શહેર માટે નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલનું નવલું નજરાણું છે અને એમની શિવ ભક્તિ આફતોમાં શહેરનું રક્ષણ કરે છે એવી લાગણી વ્યક્ત કરતા મેયર ડો.જિગીષા શેઠે જણાવ્યું કે, આ શિવ મહોત્સવ હવે શહેરનો સહિયારો ઉત્સવ બની ગયો છે. થોડાં વર્ષોમાં એ અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથ યાત્રા જેટલો જ પ્રચલિત ઉત્સવ રાજ્યમાં બની જશે.

બીજેપીના રાજ્ય ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવ ભટ્ટે, શિવજી કી સવારીમાં આ વર્ષે નક્કર નિર્ણયો દ્વારા રાષ્ટ્રને નવી મજબૂતી આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જોડાશે એનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે શિવજી કી સવારી અને શિવોત્સવ વડોદરાને એકતાના તાંતણે જોડતો અભિનવ પ્રયોગ છે. ધારાસભ્ય કેતન ઇનામદારે શિવજી કી સવારીમાં જિલ્લાના ગ્રામ વિસ્તારના લોકોને ખૂબ મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો હતો. શ્રી મૌલીન વૈષ્ણવ સહુના ઉત્સવમાં સહુના સહયોગ અને પીઠબળને આવકાર્ય ગણાવ્યું હતુ.

વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વિરાટ શિવ પ્રતિમા અને શિવ મહા મહોત્સવ એક અઘરો વિચાર હતો જેને ભગીરથ મહેનતથી યોગેશભાઈએ સાકાર કર્યો છે. આ ઘણું મોટું કામ છે અને એમાં જે જવાબદારી સોંપાય એ હું નમ્રતાપૂર્વક અદા કરીશ. સાવલી વાળા સ્વામીજી સાથેનો સંવાદ અને શિવ પ્રતિમા નિર્માણના સંસ્મરણો વાગોળતા પિયુષભાઈ શાહે જણાવ્યું કે, આ શિવ પ્રતિમાનું આયુષ્ય સાડા ત્રણ હજાર વર્ષનું અર્કિયોલોજીના નિષ્ણાંતોએ અંદાજ્યું છે સહુની એકસૂત્રતા અને સંમતિથી ધર્મ ભેદ વગર આ પ્રતિમા બની છે એ વડોદરાની સંસ્કારિતા દર્શાવે છે. સ્વામીજીની સાધુતા અને દિવ્યતા યોગેશભાઇની તાકાત છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!