કડી પાલિકાએ ૨૦૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો

કડી નગરપાલિકા દ્વારા વેપારીઓ સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ પ્લાસ્ટીક અમુક વેપારીઓ વાપરતા હોવાની માહિતી ના પગલે દુકાનોમાં ચેકીંગ કરી અધધ કહી શકાય તેટલું 200 કિલોગ્રામ પ્રતિબંધ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરી લીધો છે.
ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતા 50 માઇક્રોન કરતા ઓછા માઇક્રોનના પ્લાસ્ટીક ને રોજિંદા વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે કડી શહેરના કેટલાક વ્યાપારીઓ સરકારના પરીપત્રનું છડાચોક ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાને આવતા કડી પાલિકાના ચીફ ઓફિસર નરેશભાઈ પટેલના હુકમથી સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્ય, પરેશ પટેલ અને રવી પટેલ સહિતના અધિકારીઓએ સોમવારે કડીની દુકાનોમાં ઓચીતું ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં કેટલાય વ્યાપારીઓ 50 માઇક્રોન ના પ્લાસ્ટીક નો ઉપયોગ કરતા ઝડપાયી ગયા હતા.પાલિકાના અધિકારીઓ ધવલ પ્લાઝા,મોહસીન પ્લાસ્ટિક પરબોરડી, હર્ષ ટ્રેડર્સ. કડી એપીએમસી, પાર્થ કિરાણા સ્ટોર કડી એપીએમસી જેવી વિવિધ દુકાનોમાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટીક નો વપરાશ કરતા વેપારીઓ પાસેથી 200 કી. ગ્રા.જેટલું પ્લાસ્ટીક જપ્ત કર્યું હતું અને વેપારીઓને વહીવટી ખર્ચ પેટે રૂ.3000 જેટલો દંડ ફટકાર્યો હતો.
દર બે ત્રણ દિવસે કડીના બજારમાં ચેકિંગ હાથ ધરાશે:- સેનેટરી સ્પેક્ટર
પાલિકા દ્વારા સોમવારે ઓચિંતા ચેકીંગ માં ઘણા બધા વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટીક નો વપરાશ કરતા ઝડપાયા હતા જેમાં 200 કી. ગ્રા. જેટલો પ્લાસ્ટીક નો જથ્થો જપ્ત કર્યો હતો અને વેપારીઓને રૂ.3000 જેટલો દંડ ફટકાર્યો હતો.દર બે ત્રણ દિવસે કડીમાં ચેકીંગ હાથ ધરાશે તેવું પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્યે જણાવ્યું હતું.