દેશી બનાવટની પિસ્તોલ તથા કાટીસ સાથે ઈસમને પકડી પાડતી ગાંધીગ્રામ પોલીસ

સુચના અન્વયે તા.૧૭.૨.૨૦૨૦ ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર એમ. બી. જેબલીયા તથા બજરંગવાડી પોલીસ ચોકી સ્ટાફના માણસો ખોડુભા જાડેજા તથા સંજયભાઇ કુમારખાણીયા તથા ભરતભાઈ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બજરંગવાડી પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન એમ.બી.જેબલીયા નાઓની સંયુકત હકિકત બાતમીના આધારે જામનગર રોડ રેલ્વે પાયલોટ કોલોનીના ગેટ પાસે બજરંગ ચાની દુકાન પાસે રોડ ઉપરથી એક ઈસમને દેશી બનાવટની લોખંડની પિસ્તોલ તથા જીવતા બે કાટીસ સાથે પકડી પાડેલ છે.
આરોપી
રવિ ભુપતભાઈ ખેરૈયા. જાતે.રજપુત ઉ.૨૩ રહે. મનહરપ્લોટ શેરી.૬ મંગળા રોડ રાજકોટ.
મુદામાલ
દેશી બનાવટની લોખંડની પિસ્તોલ જેની કિ.૧૦.૦૦૦ તથા બે જીવતા કાટીસ જેની કિ.૨૦૦ મુદામાલ કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધીકારીઓ
પોલીસ ઈન્સપેક્ટર કે.એ.વાળા તથા એમ.બી.જેબલીયા તથા ખોડુભા જાડેજા તથા સંજયભાઇ કુમારખાણીયા તથા ભરતભાઈ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઈ પાટીલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)