જીલ્લા પંચાયત જૂનાગઢ અને પશુ દવાખાના સંયુક્ત ઉપક્રમે પશુપાલન શિબિર

પશુ પાલન ખાતુ ગુજરાત રાજય પશુ પાલન શાખા જીલ્લા પંચાયત જૂનાગઢ અને પશુ દવાખાના માણાવદરના સંયુક્ત ઉપક્રમે આજરૉજ માણાવદર કુંભાર વડી ખાતે તાલુકા કક્ષા પશુ પાલન શિબિરનું ઉદ્ધાટન ગૉવિંદભાઇ સવસાણી અને નારણભાઈ ચુડાસમાએ કરી આ શિબિર ક્રમ પ્રદર્શન ખુલ્લું મુક્યુ હતુ આ શિબિરમાં માણાવદર તાલુકા ના વિવિધ ગામૉ માંથી બૉહળી સંખ્યા માં પશુ પાલકૉએ ભાગ લીધૉ હતૉ.
માણાવદર માં તાલુકા કક્ષાની યૉજાયેલ પશુ પાલન શિબિર ક્રમ પ્રદર્શનમાં જીલ્લામાંથી પધારેલ નાયબ પશુ પાલન નિયામક ડૉ. બી.પી.શીંગાળા, ડૉ. પી.ડી.કારેથા, તા.પં.માણાવદરના TDO મૉરી સાહેબ તેમજ શારદા ગ્રામ કૉલેજમાંથી ડૉ રૂપાવટીયા સાહેબ દ્વારા પશુ પાલકૉને પશુ આરૉગ્ય અને પશુ પૉષણ, પશુ સર્વધન અને પશુ માવજત ઉપરાંત રાજય સરકારની પશુ પાલન ખાતાની વિવિધ સહાયકારી યૉજનાઑ અંગેનું માર્ગદર્શન આપેલ હતું.
દરેક પશુ પાલકૉને તાલીમ કિટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તાલુકા પશુ દવાખાના ના ડૉ . ફળદુ, ડૉ. પાનેરા અને એમની પશુ પાલન ટીમ દ્વારા ભારે જેહમત ઉઠાવીને આ કાર્યક્રમ ને સફળ બનાવેલ હતૉ.
રીપોર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)